Home Gujarat Md Drug Peddler Caught Near Lal Darwaza In Ahmedabad

ગુજરાત ATSને મળી મોટી સફળતા : અમદાવાદના લાલ દરવાજા પાસેથી 27 લાખના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ

ગુજરાત ATSને મળી મોટી સફળતા
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2025, 06:28 AM IST

અમદાવાદ: ગુજરાતમાં અવાર-નવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી લાખોનું ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ ચોક્કસ બાતમીના આધારે લાલ દરવાજા પાસેથી 27 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગુજરાત ATSએ લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ATSએ ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી આ પહેલા પણ 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો. હાલ પોલીસ પેડલર કોની સાથે સંકળાયેલો હતો તે અંગેની તપાસ હાથ ધરી છે.

ગુજરાત ATSએ અમદાવાદના લાલ દરવાજા પાસેથી ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. ATSને આ અંગેની બાતમી મળી હતી. જ્યારબાદ ATSએ બાતમીના આધારે વોચ રાખીને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ફરજાન શેખ પાસેથી આશરે 55 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત 27 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

ગુજરાત એટીએસ દ્વારા આ આરોપીને ઝડપી પાડી વધુ સખત તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now