Home Entertainment Mastermind Behind Firing At Kapil Sharmas Cafe Arrested

દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : કપિલ શર્માના કૈફે પર ફાયરિંગ કરનાર માસ્ટરમાઇન્ડ ઝડપાયો, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 06:48 AM IST

Firing at Kapil Sharma's cafe: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મોટી

કાર્યવાહી કરતાં ગોલ્ડી ઢિલ્લોન ગેંગના કુખ્યાત ગેંગસ્ટર બંધુ માન સિંહને ઝડપી પાડ્યો છે. આ ગુનેગાર કેનેડામાં હાસ્ય કલાકાર કપિલ શર્માના “કેપ્સ કૈફે”માં દિવાળી પહેલાં થયેલા ત્રીજા ગોળીબારનું કાવતરું ઘડી રહ્યો હતો. તેની પાસેથી ચાઇનીઝ પિસ્તોલ અને જીવંત કારતૂસ પણ મળી આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બંધુ માન સિંહની સામે હત્યા, ખંડણી અને અન્ય ગંભીર ગુનાઓના અનેક કેસ નોંધાયેલા છે. આ કેસમાં આજે બપોરે જોઈન્ટ સીપી (ક્રાઈમ) સુરેન્દ્ર કુમાર પ્રેસ કોન્ફરન્સ કરી વધુ વિગતો આપશે.

છેલ્લા ચાર મહિનામાં કપિલ શર્માના કાફે પર ત્રણ હુમલા

જુલાઈ 2025માં પ્રથમ ગોળીબાર

ઓગસ્ટ 2025માં બીજો ગોળીબાર

દિવાળી પહેલાં ત્રીજો ગોળીબાર (નવેમ્બર 2025)

હુમલા કરનાર ત્રણ પંજાબી

ત્રણેય હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર લીધી છે. બિશ્નોઈ ગેંગ બોલિવૂડ સેલિબ્રિટીઓને ખુલ્લેઆમ ધમકી આપવા માટે કુખ્યાત છે. કેનેડાએ ત્રણ આરોપીઓને દેશનિકાલ કર્યાઅગાઉ કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)એ કપિલ શર્માના કાફે પર હુમલા કરનાર ત્રણ પંજાબી મૂળના ભારતીય નાગરિકોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આ ત્રણેય વ્યક્તિઓ પંજાબી વ્યવસાયીઓ પાસેથી ખંડણી વસૂલવાના નેટવર્ક સાથે જોડાયેલા હતા.

કપિલ શર્માના કૈફે પર સતત થઈ રહેલા હુમલાઓએ કેનેડામાં રહેતા પંજાબી મૂળના વ્યવસાયીઓમાં દહેશત ફેલાવી છે. પોલીસ હવે ગોલ્ડી ઢિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડવા માટે સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now