પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ફાલપટ્ટી મછુઆની એક હોટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં લગભગ 14 લોકોના મોત થયા છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "મધ્ય કોલકાતામાં ફાલપટ્ટી મછુઆ પાસેની એક હોટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં લગભગ 14 લોકોના મોત થયા છે."
VIDEO | Kolkata: A massive fire broke out at a hotel in central Kolkata's Mechuapatti area on Tuesday night. At least 15 bodies have been recovered so far, Police Commissioner Manoj Verma said.
— Press Trust of India (@PTI_News) April 30, 2025
Several people were seen trying to escape through the windows and narrow ledges of… pic.twitter.com/aHyws4JHLX
કોલકાતાના પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આગની ઘટના ઋતુરાજ હોટલના પરિસરમાં લગભગ 8:15 વાગ્યે બની હતી. 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ટીમો દ્વારા ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે."
VIDEO | Kolkata hotel fire: Police Commissioner Manoj Verma says, "A fire incident was reported at Ritu Raj Hotel in Mechuapatti area at about 8:15 pm on Tuesday evening. At least 15 casualties have been reported so far and several people were rescued from rooms and roof of the… pic.twitter.com/CJax8G2Vom
— Press Trust of India (@PTI_News) April 30, 2025
કોલકાતા પોલીસે જણાવ્યું કે હોટલમાં કુલ 60 લોકો હતા. મૃત્યુઆંક 14 હોવાનું કહેવાય છે, જેમાં 11 પુરૂષો, એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. કુલ 8 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. આ સાથે 13 લોકો ઘાયલ છે જેમાંથી 12ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને એકને દાખલ કરવામાં આવ્યો છે.
પૂર્વ ભારતનું સૌથી મોટું બજાર
પીટીઆઈના અહેવાલ મુજબ, દસ ફાયર એન્જિનોએ આગને કાબૂમાં લાવી હતી, પરંતુ પૂર્વીય ભારતના સૌથી મોટા જથ્થાબંધ બજાર બુરાબજારના ભીડવાળા વિસ્તારમાં ઈમરજન્સી સેવાઓને ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આગ દરમિયાન, ઘણા લોકોએ બિલ્ડિંગની બારીઓ અને સાંકડી દિવાલોમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘટનાની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.





