Home Gujarat Massive Fire Breaks Out In Surat Navjeevan Industrial Area

સુરતનાં નવજીવન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગ : પ્લાયવુડના ગોડાઉનમાં આગ, અફરાંતફરીનો માહોલ

સુરતનાં નવજીવન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 11, 2026, 04:18 AM IST

સુરતના નવજીવન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. વિસ્તારમાં આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગોડાઉનમાં પ્લાયવુડનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને થોડા જ સમયમાં ગોડાઉન અગ્નિની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું.

10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

આગ એટલી પ્રચંડ હતી કે ઊંચા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાતા હતા, જેના કારણે આસપાસના ઉદ્યોગકારો અને કામદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચાર અલગ-અલગ ફાયર સ્ટેશનની ટીમોએ સંયુક્ત રીતે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ગોડાઉનમાં રાખેલો માલસામાન ખાખ

અગ્નિશામક દળે સતત બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ આસપાસના વિસ્તારમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલા માલસામાનને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક અંદાજ છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર