Home Automobile Maruti Suzuki Launches E Vitara In India Sales Will Start From This Date

ગુજરાતમાં બનેલી Maruti E-Vitara થઈ લોન્ચ! : 61kWh બેટરી સાથે મારુતિની આ કાર આપશે 543km ની રેન્જ!

ગુજરાતમાં બનેલી Maruti E-Vitara થઈ લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 06:13 AM IST

Suzuki's e-vitara made in Gujarat launched: મારુતિ e-vitara ને આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા ભારત ગ્લોબલ મોબિલિટી એક્સ્પો-2025 માં રજૂ કરી હતી. આ કારને ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇટાલીના મિલાનમાં યોજાયેલા મોટર શો EICMA-2024 માં ઈ-વિટારાને ગ્લોબલ માર્કેટમાં રજૂ કરી હતી. મિડ-સાઇઝ ઇલેક્ટ્રિક SUV EVX નું પ્રોડક્શન વર્ઝન છે, જેને પહેલીવાર ઓટો એક્સપો-2023 માં રજૂ કરવામાં આવી હતી. કંપનીએ 26 ઓગસ્ટ 2025 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં આ કારના પ્રોડક્શન શરૂ કરવા અને 100 થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરવા ફ્લેગ ઓફ કરીને ઓફિશિયલ શરૂઆત અપાવી હતી. આ ev કાર સંપૂર્ણપણે મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક કાર છે. ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઈલેક્ટ્રિક કાર છે. ઓટોમોબાઇલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે.

આ ઇલેક્ટ્રિક કાર નવા EV પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.

e Vitara મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર હશે, જે વિશિષ્ટ HEARTECT-e EV પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ પ્લેટફોર્મ ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ફ્લેટ ફ્લોર, હલકો અને મજબૂત માળખું અને હાઇ-વોલ્ટેજ સિસ્ટમ જેવી કેટલીક સુવિધાઓ આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ કારને સલામત, સ્થિર અને ડ્રાઇવમાં સરળ બનાવે છે.

બેટરી, રેન્જ અને પર્ફોર્મન્સ

e Vitara બે વર્ઝન (2WD અને 4WD) માં ઓફર કરવામાં આવશે. ટોપના મોડલની ARAI રેન્જ 543 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે, જે આ સેગમેન્ટમાં ખૂબ ઊંચી છે. WLTP ધોરણો અનુસાર, કાર આશરે 142bhp પાવર અને 189Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. WLTP રેન્જ આશરે 344 કિલોમીટર છે, જે શહેર અને હાઇવે બંને માટે સારી છે.

4WD ALLGRIP-e સિસ્ટમ

મારુતિએ આ ઇલેક્ટ્રિક SUV ના 4WD મોડલમાં પોતાની નવી ALLGRIP-e ઇલેક્ટ્રિક સિસ્ટમ આપી છે. તેમાં આગળ અને પાછળના બંને એક્સેલ પર મોટર્સ છે, જે વધુ સારી Grip અને બેલેન્સ આપે છે. ટ્રેઇલ મોડ ઉબડખાબડ રસ્તાઓ પર સ્મૂધ હેન્ડલિંગ આપે છે.

ડિઝાઇન, રંગ અને સ્ટાઇલ

e-Vitara માં ફ્યૂચરિસ્ટિક ડિઝાઇન છે. શાર્પ LED હેડલાઇટ્સ, કનેક્ટેડ ટેલલાઇટ્સ અને 3D-સ્ટાઇલ બોડી તેને આધુનિક લુક આપે છે. આ કાર 10 કલરમાં ઉપલબ્ધ હશે, જેમાં ચાર ડ્યુઅલ-ટોન કલરનો સમાવેશ થાય છે.

લોન્ચ અને કિંમત

મારુતિ ઇ-વિટારા એક કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV તરીકે લોન્ચ કરવામાં આવશે. તે Tata Curvv EV, MG ZS EV અને Mahindra BE.6 જેવી ઇલેક્ટ્રિક SUV સાથે કોમ્પિટિશન કરી શકે છે. ભારતમાં તેનું લોન્ચિંગ જાન્યુઆરી 2026 માં થશે અને તેની કિંમત ₹18 લાખ થી ₹25 લાખ ની વચ્ચે અપેક્ષા છે.

બુકિંગ અને ડિલિવરી

મારુતિ સુઝુકી ઇ-વિટારા જાન્યુઆરી 2026 માં ભારત અને જાપાનમાં તેનું વેચાણ શરૂ કરશે. બુકિંગ ટૂંક સમયમાં ખુલશે, પરંતુ કંપનીએ હજુ સુધી તારીખ જાહેર કરી નથી. આ ઇલેક્ટ્રિક SUV બેટરી-એઝ-એ-સર્વિસ (BaaS) મોડલ સાથે પણ આવશે. આ મોડલ હેઠળ, ગ્રાહકો બેટરી વગર કાર ખરીદી શકે છે અને બેટરી ભાડે લઈ શકે છે. કંપની બાયબેક પ્રોગ્રામ પણ ઓફર કરશે, જેનાથી ગ્રાહકોને ખરીદી કરવાનું સરળ બનશે.

ચાર્જિંગ નેટવર્ક

મારુતિ સુઝુકી ભારતમાં તેના EV ચાર્જિંગ નેટવર્કને ઝડપથી વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપની e-Vitara ના લોન્ચના દિવસે 2,000 ચાર્જર એક્ટિવ કરશે. આ પછી, 2030 સુધીમાં દેશભરમાં 100,000 ચાર્જર ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now