Home Automobile Maruti Suzuki Invicto Mileage Features Price India Comparison Innova

શાનદાર માઇલેજ અને પેનોરમિક સનરૂફ સાથે આવે છે Maruti Suzuki Invicto : લક્ઝરીમાં Innovaને પણ આપે છે ટક્કર

શાનદાર માઇલેજ અને પેનોરમિક સનરૂફ સાથે આવે છે  Maruti Suzuki Invicto
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 06:00 PM IST

જો તમે તમારા મોટા પરિવાર માટે એક એવી કાર શોધી રહ્યા હોવ જેમાં લક્ઝરી, વિશાળ જગ્યા અને ઉત્તમ માઇલેજ ત્રણેયનો સમન્વય હોય, તો Maruti Suzuki Invicto એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. મારુતિ સુઝુકીએ આ પ્રીમિયમ MPVને પોતાની Nexa રેન્જ હેઠળ લોન્ચ કરી છે. ભારતીય બજારમાં આ કારની સીધી સ્પર્ધા Toyota Innova Hycross અને Innova Crysta જેવી દિગ્ગજ કારો સાથે છે.

કિંમત અને સીટિંગના વિકલ્પો

Maruti Suzuki Invictoની એક્સ-શોરૂમ કિંમત 24.97 લાખથી શરૂ થાય છે અને તેના ટોપ વેરિઅન્ટ Alpha Plusની કિંમત 28.61 લાખ સુધી જાય છે. આ MPV 7-સીટર અને 8-સીટર એમ બંને કન્ફિગરેશનમાં ઉપલબ્ધ છે, જે મોટા પરિવારો માટે ખૂબ જ પ્રેક્ટિકલ છે. મારુતિનું મજબૂત સર્વિસ નેટવર્ક અને જાળવણીનો ઓછો ખર્ચ તેને ઈનોવા કરતા વધુ આકર્ષક બનાવે છે.

એન્જિન, પરફોર્મન્સ અને માઇલેજ

Inivictoમાં 2.0-લિટરનું પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 150 PSનો પાવર અને 188 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન e-CVT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે, જે ડ્રાઈવિંગને અત્યંત સ્મૂધ બનાવે છે. હાઇબ્રિડ ટેકનોલોજીના કારણે આ MPV શહેરના ટ્રાફિકમાં પણ શાનદાર પરફોર્મન્સ આપે છે. ARAIના આંકડા મુજબ, Maruti Suzuki Invicto 23.24 kmpl સુધીની માઇલેજ આપે છે, જે તેને ભારતની સૌથી વધુ માઇલેજ આપનારી 8-સીટર MPV બનાવે છે.

પ્રીમિયમ ફીચર્સ અને સેફ્ટી

સુવિધાઓની વાત કરીએ તો, આ કારમાં પેનોરમિક સનરૂફ, LED હેડલેમ્પ્સ અને 18-ઇંચના એલોય વ્હીલ્સ મળે છે. ઇન્ટિરિયરમાં 10.1-ઇંચની ટચસ્ક્રીન, વાયરલેસ Android Auto અને Apple CarPlay, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને વાયરલેસ ચાર્જર જેવી લક્ઝરી સુવિધાઓ છે. સુરક્ષા માટે તેમાં 6 એરબેગ્સ, ABS સાથે EBD, ESP, હિલ હોલ્ડ આસિસ્ટ અને 360-ડિગ્રી કેમેરા જેવા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે. જો તમે માઇલેજ અને કમ્ફર્ટનું પરફેક્ટ કોમ્બિનેશન શોધી રહ્યા હોવ, તો Invicto એક શ્રેષ્ઠ પસંદગી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now