મારુતિ સુઝુકી ઈન્ડિયા આગામી અમુક દિવસોમાં પોતાના પોર્ટફોલિયોમાં ઘણા મોડેલ્સ ઉમેરવાની તૈયારીમાં છે. આમાં વધુ પડતાં ઇલેક્ટ્રિક મોડેલ રહશે. જોકે, બધા લોકો કંપનીની પહેલી EV કારની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. જેમાં e-vitara સાથે કોમ્પેક્ટ eWX પણ સામેલ છે. ઘણી રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આને 2025 માં લોન્ચ કરવામાં આવશે. મારુતિ eWX કંપનીની બજેટફ્રેન્ડલી ઇલેક્ટ્રિક કાર હશે. આની સરખામણી, TATA Tiago EV, TATA Punch EV અને MG Comet EV સાથે થશે. કંપનીએ eWX ઇલેક્ટ્રિકને 2024 બેંકોક મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી.
આની ડિઝાઇન પેન્ટેંટ ભારતમાં ફાઇલ કરવામાં આવી છે. આની ડિઝાઈન ગત વર્ષે રજૂ કરેલા મોડેલ જેવી જ હશે. સુઝુકી eWX ને મારુતિ વેગનઆરનું ઇલેક્ટ્રિક મોડેલ પણ કહી શકાય છે. મૂળ રૂપે સુઝુકી eWX એક Kei કાર હશે. જે 3,395 mm લાંબી, 1,475 mm પહોળી અને 1,620 mm ઊંચી હશે. ફૂલ ચાર્જ કરવા પર eWXની રેન્જ 230km સુધી રહેશે. સુઝુકી eWX નું પ્રોફાઇલ બોક્સ વર્તમાન વેગનઆર જેવુ છે.
ડિઝાઇન સુઝુકી eWX ને વધુ સુંદર બનાવે છે. આમાં લાંબા વિન્ડો ગ્લાસ આપ્યા છે. જે આ કારને ખૂબ જ સુંદર બનાવે છે. આમાં આકર્ષક એલોય વ્હીલ પણ આપવામાં આવેલા છે. કારની ચારેય બાજુ નિયૉન બેન્ડ કરલની થીમ બતાવવામાં આવી છે. આના ઇન્ટિરિયરની વાત કરીએ તો અંદરથી ગ્રીન થીમ મળશે. આમાં MG Comet ની જેમ લાંબી ટચ સ્ક્રીન પણ મળશે. જે સ્પીડોમિટર સાથે ઇન્ફૉટેનમેન્ટનું કમ પણ કરશે. કારમાં પાવર વિન્ડો સ્વિચ નીચે તરફ આપવામાં આવ્યા છે.
હજુ સુધી સુઝુકી eWX ના બેટરી પેક સાથે જોડાયેલા આંકડા સામે નથી આવ્યા, પરંતુ માનવામાં આવે છે કે આ સિંગલ ચાર્જ પર 230 km ની રેન્જ આપશે. જોકે, આને કેટલા બેટરી પેકમાં લોન્ચ કરવામાં આવશે, તે વિશે પણ કોઈ માહિતી સામે નથી આવી. કિંમતની વાત કરીએ તો આને લગભગ 10 થી 12 લાખ રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.





















