logo-img
Maruti Suzuki Dzire Price How Much Reduce After Gst Deduction On Cars

GST ઘટાડા પછી Maruti Suzuki Dzire પર મોટી બચત : જાણો આ કિંમતની સૌથી વધુ એડવાન્સ ફીચર વાળી કારમાં કેટલો ઘટાડો

GST ઘટાડા પછી Maruti Suzuki Dzire પર મોટી બચત
Published by: Offbeat Team
| Last Updated: Sep 16, 2025, 11:36 AM IST

ભારતમાં GST 2.0 સુધારા પછી, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. દેશની સૌથી લોકપ્રિય સેડાન કારોમાંની એક, Maruti Dzire હવે પહેલા કરતા સસ્તી થઈ ગઈ છે. GST ઘટાડા પછીની નવી કિંમતો 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થશે. જો તમે આવનારા સમયમાં Maruti Dzire ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે GST ઘટાડા પછી તમને આ કાર કેટલી સસ્તી મળશે ?

નવા ટેક્સ સુધારા હેઠળ, 1200 CC સુધીના પેટ્રોલ વાહનો અને 1500 CC (4 મીટરથી ઓછી લંબાઈ) સુધીના ડીઝલ વાહનો પર હવે 18% GST લાગશે, જ્યારે અગાઉ તેમના પર 28% ટેક્સ લાગતો હતો. આનો સીધો લાભ મારુતિ Dzire જેવા કોમ્પેક્ટ સેડાન ગ્રાહકોને મળશે. તો ચાલો જાણીએ કે Dzire માં કયા મોડેલ પર કેટલો ઘટાડો થયો.

વેરિયન્ટ

નવી કિંમત

જૂની કિંમત

GST ઘટાડો

LXI MT

Rs 6.26 લાખ

Rs 6.84 લાખ

Rs 58,000

VXI MT

Rs 7.11 લાખ

Rs 7.84 લાખ

Rs 67,000

VXI AMT

Rs 8.18 લાખ

Rs 8.94 લાખ

Rs 76,000

ZXI+ MT

Rs 8.86 લાખ

Rs 9.69 લાખ

Rs 83,000

VXI AMT

Rs 7.63 લાખ

Rs 8.34 લાખ

Rs 71,000

ZXI AMT

Rs 8.64 લાખ

Rs 9.44 લાખ

Rs 80,000

ZXI+ AMT

Rs 9.32 લાખ

Rs 10.19 લાખ

Rs 87,000

VXI CNG

Rs 8.04 લાખ

Rs 8.79 લાખ

Rs 75,000

ZXI CNG

Rs 9.05 લાખ

Rs 9.89 લાખ

Rs 84,000

Tour S ISS MT

Rs 6.24 લાખ

Rs 9.89 લાખ

Rs 58,000

Tour CNG

Rs 7.11 લાખ

Rs 7.77 લાખ

Rs 66,000

Maruti Dzire મળે છે આ ફીચર્સ

Dzireમાં ઉપલબ્ધ સુવિધાઓ આ સેગમેન્ટની અન્ય કાર કરતાં ઘણી વધુ એડવાંન્સ છે. તેમાં આપવામાં આવેલ 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ Android Auto અને Apple CarPlay સાથે આવે છે. વાયરલેસ ફોન ચાર્જર , ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, રીઅર એસી વેન્ટ્સ અને સ્માર્ટ કી જેવી સુવિધાઓ તેને પ્રીમિયમ ટચ આપે છે .

Maruti Suzuki Dzire એ સેફટીની દ્રષ્ટિએ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે . ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં, આ કારને ફેમિલી સેફ્ટી પ્રમાણે 5-સ્ટાર રેટિંગ મળ્યું છે, જે તેને આ કિંમત સેગમેન્ટમાં વધુ ખાસ બનાવે છે. તેમાં 6 એરબેગ્સ , ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ ( ESC), હિલ હોલ્ડ આસિસ્ટ અને રીઅર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Dzire કેટલી માઇલેજ આપે છે?

Dzire ની માઇલેજ હંમેશા તેની સૌથી મોટી ખાસિયત રહી છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે, તે પ્રતિ લિટર 24.79 કિમી સુધીની માઇલેજ આપે છે, જ્યારે ઓટોમેટિક વર્ઝન પ્રતિ લિટર 25.71 કિમી સુધી પહોંચે છે. આ માઇલેજના આંકડા ફક્ત કાગળો પૂરતા મર્યાદિત નથી, પરંતુ વાસ્તવિક દુનિયામાં ડ્રાઇવિંગ કરતી વખતે પણ કાર યુઝર્સ તેનાથી સંતુષ્ટ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now