Home Sports Marnus Labuschagne Creates History In Pink Ball Test In Ashes Series

ENG vs AUS; Marnus Labuschagne એ ઇતિહાસ રચ્યો! : પિંક બોલ ટેસ્ટમાં આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી

ENG vs AUS; Marnus Labuschagne એ ઇતિહાસ રચ્યો!
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 01:19 PM IST

Australian batsman Marnus Labuschagne created history: ઇંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ પિંક બોલ ટેસ્ટ છે, જેમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેને ઇતિહાસ રચ્યો હતો. તે ડે-નાઈટ ટેસ્ટમાં 1000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. બીજી એશિઝ ટેસ્ટના બીજા દિવસે રમત શરૂ થઈ ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 9 વિકેટે 325 રન હતો. બ્રેન્ડન ડોગેટે દિવસના 14 માં બોલ પર ઇંગ્લેન્ડની ઇનિંગની છેલ્લી વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે જ ઇંગ્લેન્ડ પર લીડ મેળવી લીધી. ટ્રેવિસ હેડ અને જેક વેધરલ્ડે ટીમને સારી શરૂઆત અપાવી, ત્યારબાદ માર્નસ લાબુશેને ઇનિંગને સ્થિર કરી અને પોતાની હાફ-સેંચુરી પૂર્ણ કરી.

માર્નસ લાબુશેને ઇતિહાસ રચ્યો

ટ્રેવિસ હેડ અને જેક વેધરલ્ડે પ્રથમ વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી, જેમાં હેડ 43 બોલમાં 33 રન બનાવીને આઉટ થયા. ત્યારપછી જેક અને માર્નસ લાબુશેને બીજી વિકેટ માટે 69 રન બનાવ્યા, જેમાં જેકને આર્ચરે 72 રન બનાવીને આઉટ કર્યો. ત્યારપછી માર્નસ લાબુશેને સ્ટીવ સ્મિથ સાથે 50 રનની પાર્ટનરશીપ કરીને પોતાની હાફ-સેંચુરી પૂર્ણ કરી. લાબુશેને 78 બોલમાં 65 રન બનાવ્યા, જેમાં 1 સિક્સ અને 9 ફોરનો સમાવેશ થાય છે. આ ઇનિંગમાં, તે ડે-નાઇટ ટેસ્ટ (પિંક બોલ ટેસ્ટ)માં 1,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. સ્ટીવ સ્મિથ આ લિસ્ટમાં બીજા નંબરે છે.

ડે-નાઈટ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન:

માર્નસ લાબુશેન - 1023

સ્ટીવ સ્મિથ - 850

ડેવિડ વોર્નર - 753

ટ્રેવિસ હેડ - 752

જો રૂટ - 639

મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લીધી

ઈંગ્લેન્ડને પહેલા જ દિવસે મિશેલ સ્ટાર્કે પાછળ છોડી દીધું હતું, જેને પહેલી ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. તેને 20 ઓવરમાં 75 રન આપીને 6 બેટ્સમેનોને આઉટ કર્યા. તેને ઓપનર બેન ડકેટ અને ઓલી પોપને 0 રનમાં આઉટ કરી દીધા હતા. ઈંગ્લેન્ડના સૌથી અનુભવી બેટ્સમેન જો રૂટે શાનદાર ઇનિંગ રમી અને ઈંગ્લેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું. રૂટે 138 રન બનાવ્યા અને નોટઆઉટ રહ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now