Home Gujarat Marijuana Worth Over Rs 1 Crore Seized From Poshinas Songadh

પોશીનાના સોનગઢમાંથી 1 કરોડથી વધુ કિંમતનો ગાંજો ઝડપાયો : ખેતર ઉપર ડ્રોન ફેરવ્યો તો આંખો પહોળી થઈ!, રેડ માટે જરૂર પડી પોલીસ કાફલાની

પોશીનાના સોનગઢમાંથી 1 કરોડથી વધુ કિંમતનો ગાંજો ઝડપાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 04:40 AM IST

Sabarkantha Ganja seized : સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના સોનગઢ ફળી વિસ્તારમાંથી પોલીસને મોટી સફળતા મળી છે. અહીં ખેતરમાંથી 1 કરોડ 13 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ મળી આવ્યા છે. પોલીસે ખેતરમાંથી કુલ 558 ગાંજાના છોડ, જેનું વજન લગભગ 226 કિલોગ્રામ થાય છે, તે જપ્ત કર્યા છે.

ગાંજાની ખેતી ઝડપાઈ?

માહિતી મુજબ, યુવક હાંથા ડાભીએ પોતાના ઘર નજીકના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. ગુપ્ત માહિતીના આધારે એસપીના માર્ગદર્શન હેઠળ વિશેષ પોલીસ ટીમ તૈયાર કરવામાં આવી હતી. એક PI, બે PSI અને પોલીસ કાફલો સહિત ડ્રોનની મદદથી ખેતરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

હાથા ડાભીની ધરપકડ

તપાસ દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર ગાંજાનું ખેતીવાળી જમીન મળી આવતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી તમામ છોડ જપ્ત કર્યા અને હાંથા ડાભીની ધરપકડ કરી. જપ્ત કરાયેલ ગાંજાની કિંમત બજાર ભાવ મુજબ 1.13 કરોડ રૂપિયા જેટલી ગણવામાં આવી છે. પોલીસ હવે આ ગેરકાયદેસર ખેતી પાછળ બીજા કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now