Home Gujarat Marijuana Worth Crores Seized From Trolley Bag At Ahmedabad Airport

અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રોલી બેગમાંથી ઝડપાયો કરોડોનો ગાંજો : બેગ ખોલવા હથોડી-સ્ક્રુડ્રાઈવરની જરૂર પડી, કસ્ટમના અધિકારીઓને છૂટ્યોપરસેવો!, 4 લોકો ઝડપાયા

અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રોલી બેગમાંથી ઝડપાયો કરોડોનો ગાંજો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2026, 11:34 AM IST

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા કરોડો રૂપિયાનું નશીલો પદાર્થે ઝડપી પાડવામાં આવ્યું છે. બાતમીના આધારે AIUના અધિકારીઓએ એરપોર્ટ પર શંકાસ્પદ રીતે ફરતા ચાર ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા. આ ચારેય મુસાફરો બેંગકોકથી કુઆલાલમ્પુર થઈને મલેશિયા એરલાઇન્સની ફ્લાઈટ નંબર MH-208 મારફતે અમદાવાદ આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની ટ્રોલી બેગમાં ખૂબ જ ચતુરાઈથી ‘હાઈડ્રોપોનિક ગાંજો’ છુપાવવામાં આવ્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

હથોડીની મદદથી બેગ તોડીને ચાર પ્લેટ કાઢવામાં આવી

કસ્ટમ અધિકારીઓને ટ્રોલી બેગ ખોલવામાં અંદાજે 17 મિનિટ જેટલો સમય અને ભારે મહેનત કરવી પડી હતી. ટ્રોલી બેગના ચેનવાળા ભાગમાંથી પહેલા ઉપર ભરેલો સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ચેનવાળા કાપડના ભાગને ચાકુની મદદથી કાપી દૂર કરવામાં આવ્યો. અંદરના ભાગમાં સ્ક્રુથી ફીટ કરેલો પ્લાસ્ટિકનો ભાગ જોવા મળ્યો, જેને દૂર કરવા માટે સ્ક્રુ ડ્રાઇવરનો ઉપયોગ કરવો પડ્યો હતો.

2 કરોડ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું

ચારેય બાજુના સ્ક્રુ ખોલ્યા બાદ પણ પ્લાસ્ટિકનો ભાગ બહાર ન આવતા અંતે હથોડીની મદદથી બેગ તોડીને અંદરથી કુલ ચાર પ્લેટ કાઢવામાં આવી હતી. પ્રાથમિક ટેસ્ટિંગમાં આ પદાર્થ ‘ગાંજો’ હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 12,402 ગ્રામ એટલે કે આશરે 12.4 કિલોગ્રામ નોંધાયું છે, જેની અંદાજીત બજાર કિંમત 12 કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર મામલે કસ્ટમ વિભાગે ચારેય આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now