Home Gujarat Marijuana And Opium Cultivation Caught In Bhavnagars Sehor

ભાવનગરના સિહોરમાં ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ : પોલીસે બે શખ્સોને દબોચ્યો, 1100 કિલો જથ્થો જપ્ત

ભાવનગરના સિહોરમાં ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 11:10 AM IST

ભાવનગરમાં સિહોર પોલીસ દ્વારા નશીલા માદક દ્રવ્યો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી ગણાતી રેડ દરમિયાન લીલા ગાંજા અને અફીણના મસમોટા વાવેતરનો પર્દાફાશ થયો છે.

સિહોર નજીકની એક વાડી વિસ્તારમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી.

1100 કિલો જેટલો ગાંજાનો જથ્થો જપ્ત

રેડ દરમિયાન વાડીમાંથી લીલા ગાંજા તથા અફીણનું વિશાળ પ્રમાણમાં વાવેતર મળી આવ્યું હતું. પોલીસે આશરે 1100 કિલો જેટલો ગાંજા અને અફીણનો જથ્થો ઝડપી લીધો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા 10.50 કરોડ જેટલી હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી દરમિયાન ગાંજાની ખેતી કરતા બે ભાઈઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

પોલીસ કાર્યવાહી

પોલીસ દ્વારા બંન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વાવેતર સામે આ કાર્યવાહી એક મોટું પગલું માનવામાં આવી રહી છે. સિહોર પોલીસની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે મસમોટા નશીલા દ્રવ્યોનો જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ કબજે કરી લેવાયો છે. પોલીસ તંત્ર દ્વારા આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now