Home Gujarat Manoj Kumar Das Becomes The New Chief Secretary Of The State

રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા મનોજ કુમાર દાસ : પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે

રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા મનોજ કુમાર દાસ
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 07:46 AM IST

મનોજ કુમાર દાસ ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા છે. તેઓ હાલમાં CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત થઈ રહ્યાં છે, ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે.

1990 બેચના IAS અધિકારી

મનોજ કુમાર દાસ જેમને અધિકારીઓ એમ કે દાસ તરીકે પણ ઓળખે છે, જે વહીવટી કુશળતા ધરાવે છે. તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS (ભારતીય વહીવટી સેવા) અધિકારી છે. તેમની પાસે 30 વર્ષથી વધુ અનુભવ છે. ગુજરાતમાં વહીવટી કુળળતા ધરાવે છે.

મૂળ બિહારના વતની

20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગામાં તેમનો જન્મ થયો હતો. જેઓએ IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. (ઓનર્સ) ડિગ્રી મેળવી છે. જેઓ હાલમાં ગુજરાત સરકારમાં અડિશનલ ચીફ સેક્રેટરી, હોમ વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ 20 ડિસેમ્બર 2026ના રોજ નિવૃત્ત થશે.

મ્યુનિસિપલ કમિશનર રહી ચુક્યા

જેમણે અગાઉ વડોદરા અને સુરત જેવા મહત્વના શહેરોના મ્યુનિસિપલ કમિશનર, 2018માં મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી, ગુજરાત મરીન બોર્ડના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ
Play Video