Manmohan Singh Maruti 800: ડો. મનમોહન સિંહનું 26 ડિસેમ્બરની રાત્રે એમ્સમાં અવસાન થયું હતું. મનમોહન સિંહ 10 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન હતા. તેમના શાંત સ્વભાવ અને સરળ વિચારોને કારણે લોકો તેમને ખૂબ પસંદ કરતા હતા. આ જ કારણ હતું કે વડાપ્રધાન હોવા છતાં તેમના 2013ના એફિડેવિટમાં માત્ર એક જ કાર મળી હતી. મનમોહન સિંહ 1996 મોડલની મારુતિ 800 કારના માલિક છે. તેને આ કાર એટલી પસંદ હતી કે તેમણે BMW પણ છોડી દીધી હતી.
મારુતિ 800માં પાવરફુલ એન્જિન
મનમોહન સિંહ પાસે મારુતિ સુઝુકી 800 કાર હતી, જેમાં 796ccના 3 સિલિન્ડરવાળું એન્જિન મળતું હતું જે 37 bhp પાવર અને 59 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હતું. કારમાં 28 લીટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવતી હતી. આ કાર લગભગ 16.6 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે હતી. જો કે, 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહ પાસે પણ BMW 7 સિરીઝની કાર હતી, જે દેશની સૌથી સુરક્ષિત કાર હતી.
આખરે કેમ પસંદ હતી Maruti 800
યોગી સરકારમાં મંત્રી અસીમ અરુણે ડો. મનમોહન સિંહ સાથેના તેમના જૂના દિવસોને યાદ કરતાં કહ્યું કે, “ડો. સાહેબ પાસે પોતાની કાર હતી. વડાપ્રધાનના આવાસમાં Maruti 800, ચમકતી બ્લેક BMWની પાછળ ઊભી રહેતી હતી. તેઓ વારંવાર મને કહ્યું કે, 'અસીમ, મને આ લક્ઝરી કારમાં મુસાફરી કરવાનું પસંદ નથી, મારી કાર તો આ મારુતિ 800 છે.'
આસિમે વધુમાં જણાવ્યું કે, જ્યારે પણ વડાપ્રધાનનો કાફલો નીકળતો ત્યારે ડોકટર સાહેબની મારુતિ 800 ત્યાં જ થંભી જાતી હતી. આસિમે લખ્યું કે, “મેં તેમને સમજાવવાના પ્રયત્નો કરતો કે આ કાર (BMW) સુરક્ષાના કારણોસર તેમના માટે જરૂરી છે, પરંતુ તેમના દિલમાં તેમની મારુતિ માટે એક ખાસ સ્થાન હતું. જે તેમની મારુતિ 800 પ્રત્યેની લાગણી આ વાતને દર્શાવે છે કે, ભલે હોદ્દો કેટલો પણ મોટો કેમ ના હોય, મૂળ હમેંશા જમીન સાથે જોડાયેલા રહેવા જોઈએ.
મારુતિ 800 હતી સામાન્ય માણસની કાર
ભારતમાં મારુતિ 800 જેટલી સફળતા આજ સુધી બીજી કોઈ કારે મેળવી નથી. આ કારની સોલિડ બોડી અને પાવરફુલ એન્જિનના કારણે આખો દેશ તેનો દિવાનો હતો. કંપની આ કારના એન્જિનને અપડેટ કરી શકી નહીં અને આખરે તેને બંધ કરવી પડી. કંપનીએ કહ્યું કે, જો તેને અમિશન નોર્મ્સ અનુસાર અપડેટ કરવામાં આવે તો તેની કિંમત ખૂબ જ વધી જાત અને આ કાર સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ ગઈ હોત.

_df1330b4-1459-4508-9f2d-f32480d4cf39.jpg)




