મહાકુંભ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદનથી હવે વિવાદ ઉભો થયો છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ તેમના પર ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે જો તેઓ નરકથી બચવા માગતા હોય તો મહાકુંભમાં સન્નાન કરવું પડશે.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે હિંદુ નેતાઓ સનાતન પર હુમલો કરી રહ્યા છે. આવા નેતાઓએ ડૂબીને મરવું જોઈએ. તેમણે કહ્યું કે મમતાએ મહાકુંભમાં ડૂબકી મારવી જોઈએ. તેઓ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને મમતા બેનર્જીને ટાંકીને કહી રહ્યાં છે જો તેમને નરકમાંથી બચવું હોય તો મહાકુંભમાં સ્નાન કરવું પડશે.
મંજિંદર સિરસાએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન
ભાજપના નેતા મંજિંદર સિંહ સિરસાએ મમતા બેનર્જીને પૂછ્યું, 'શું તેઓ ઈસ્લામિક તહેવાર વિષયે આ રીતે બોલી શક્યા હોત? જ્યારે લોકો હજ પર જાય છે, ત્યારે શું તેઓ તેમના માટે આવું કહી શકે? સનાતન ધર્મમાં એક ગુણ છે, ભલે ગમે તેટલી અવગણના કરવામાં આવે, તે હજુ પણ સહન કરી શકાય તેવો છે. મમતા બેનર્જીને કુંભને મૃત્યુકુંભ કહેતાં શરમ આવવી જોઈએ.
શું કહ્યું મમતા બેનર્જીએ?
મમતા બેનર્જીએ ભાજપ પર દેશના ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ માટે યોગ્ય આયોજનના અભાવની ટીકા કરી હતી. "આ મૃત્યુનું કુંભ છે", તેમણે કહ્યું. હું મહાકુંભનું સન્માન કરું છું અને પવિત્ર ગંગા માતાનું પણ સન્માન કરું છું, પરંતુ તેની કોઈ યોજના નથી. કેટલા લોકોને બચાવી લેવાયા? અમીર અને વીઆઇપી માટે એક લાખ રૂપિયા સુધી તંબૂ લગાવાયા છે, પરંતુ ગરીબો માટે કુંભમાં કોઈ વ્યવસ્થા નથી.





