Home National Mamata Banerjee Epang Opang Jhapang Library Controversy West Bengal

શું છે મમતા બેનર્જીની ‘અપાંગ ઓપાંગ ઝપાંગ’? : જેના પર બંગાળના CM શુભેન્દુ સરકારે લગાવી રોક

shubhendu adhikari
Published by: Viral Patel
Last Updated: Jun 12, 2026, 12:11 PM IST

shubhendu adhikari on mamata banerjee: પશ્ચિમ બંગાળમાં રાજકીય ખેંચતાણ સતત ચાલુ છે અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને એક પછી એક ઝટકા લાગવાનો સિલસિલો પણ યથાવત છે. પાર્ટીની અંદર ધારાસભ્યોથી લઈને સાંસદો સુધીના લોકોએ મમતા બેનર્જી સામે બગાવતી તેવર બતાવ્યા છે. આ બધાની વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડાને હવે નવી શુભેન્દુ સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો છે.

મળેલી માહિતી મુજબ, રાજ્યના પુસ્તકાલય મંત્રી ગૌરીશંકર ઘોષે જાહેરાત કરી છે કે સરકારી સહાય મેળવતી લાઈબ્રેરીઓમાંથી ‘એપાંગ ઓપાગ ઝપાંગ’ હટાવવામાં આવશે. તેમના આ નિવેદનથી પશ્ચિમ બંગાળમાં પુસ્તકાલયોમાં રાખવામાં આવતા પુસ્તકોને લઈને એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે.

કોરોના-નિપાહ હોય કે શિલેગા... : કેરળમાં જ કેમ જોવા મળે છે ખતરનાક વાયરસના કેસ? ચોંકાવનારું છે કારણ

શું છે ‘એપાંગ ઓપાગ ઝપાંગ’નો અર્થ?

વાસ્તવમાં, મંત્રી ઘોષનો ‘એપાંગ ઓપાગ ઝપાંગ’થી મતલબ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુસ્તકો સાથે છે, જેને રાજ્યભરની લાઈબ્રેરીઓમાં રાખવામાં આવ્યા છે.

પુસ્તકાલય મંત્રીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન

પુસ્તકાલય મંત્રી ગૌરીશંકર ઘોષનું કહેવું છે કે, "પુસ્તકાલયો જ્ઞાન મેળવવાનું સ્થાન છે, તેથી ત્યાં એવા જ પુસ્તકો હોવા જોઈએ જે બાળકોના બૌદ્ધિક વિકાસ અને રાષ્ટ્રીય ચેતનામાં મદદરૂપ બને." તેમણે દલીલ કરી હતી કે ‘એપાંગ ઓપાગ ઝપાંગ’ જેવી ‘અર્થહીન કવિતાઓ’ (નોનસેન્સ પોએમ)થી પુસ્તકાલયોમાં જગ્યા બગાડવામાં નહીં આવે, કારણ કે તેનાથી વાચકોના વ્યક્તિત્વ વિકાસમાં કોઈ ખાસ યોગદાન મળતું નથી.

અમદાવાદથી દિલ્હી જતી Indigo ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ : લખનઉમાં કરાવ્યું ઇમરજન્સી લેન્ડિંગ

શું છે ‘એપાંગ ઓપાગ ઝપાંગ’ અને તેનો વિવાદ?

‘એપાંગ ઓપાગ ઝપાંગ’ મૂળભૂત રીતે બાળકોના એક એનર્જી ડ્રિંકની જાહેરાતનું જીંગલ (સાઉન્ડ ટ્રેક) હતું, જેનો બંગાળી ભાષામાં કોઈ સ્પષ્ટ અર્થ થતો નથી. મમતા બેનર્જીએ પોતાની કવિતામાં આ શબ્દોનો ઉપયોગ કર્યો ત્યારથી જ વિપક્ષી દળો (ખાસ કરીને ભાજપ) તેમના પર કટાક્ષ કરતા આવ્યા છે. વર્ષ 2022માં મમતા બેનર્જીને તેમના કાવ્ય સંગ્રહ ‘કવિતા બિતાન’ માટે બાંગ્લા એકેડેમી એવોર્ડ પણ મળ્યો હતો. તે સમયે પણ આ કવિતાને લઈને સાહિત્યિક અને રાજકીય ચર્ચાઓ જાગી હતી. સાહિત્યિક ભાષામાં આવી કવિતાને ‘બકવાસ કવિતા’ કે ‘અર્થ વગરની કવિતા’ કહેવામાં આવે છે.

પુસ્તકાલયોમાં થશે આ ફેરફાર

'એક ઈન્ટરવ્યુમાં ઘોષે સ્પષ્ટપણે જણાવ્યું કે, લાઈબ્રેરીમાં લોકો જ્ઞાન મેળવવા માટે જાય છે. તેથી ત્યાં ફક્ત એવા જ પુસ્તકો મળશે જે વાંચીને લોકોના જ્ઞાનમાં વધારો થઈ શકે.

'જો અર્થવ્યવસ્થા આટલી ઝડપથી વધી રહી છે, તો રોકાણ ક્યાં છે?' : રઘુરામ રાજનનો GDPનાં આંકડાઓ પર સવાલ

રાજ્યભરની લાઈબ્રેરીઓમાંથી હટશે પુસ્તકો

ઘોષે કડક શબ્દોમાં કહ્યું, રાજ્યની તમામ લાઈબ્રેરીઓમાંથી એપાંગ ઓપાગ ઝપાંગ હટાવી દેવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લખેલા પુસ્તકો પણ લાઈબ્રેરીમાં નહીં હોય? તો મંત્રીએ કહ્યું, હું એવા તમામ પુસ્તકો રાખીને જગ્યા બગાડીશ નહીં, જેને વાંચવાથી બાળકોના મગજનો વિકાસ થતો નથી. તેમની જગ્યાએ પુસ્તકાલયોમાં રવીન્દ્રનાથ ટાગોર, નઝરુલ ઈસ્લામ અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો હશે. છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપના જીવનચરિત્રો હશે."

515માંથી 90 પુસ્તકો મમતા બેનર્જીના છે

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન 2025માં તત્કાલીન મમતા સરકારે શાળાઓની લાઈબ્રેરીઓમાં પોતાના દ્વારા લખાયેલા અંદાજે 90 પુસ્તકોનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને આ માટે શાળાઓને નાણાકીય સહાય પણ આપવામાં આવી હતી. મંજૂર કરાયેલા 515 પુસ્તકોની યાદીમાંથી આશરે 90 પુસ્તકો મમતા બેનર્જીએ લખેલા હતા. આ માટે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓને ફંડ આપવામાં આવ્યું હતું, જેમાં દરેક શાળા માટે 1 લાખ રૂપિયા ફાળવાયા હતા. પરંતુ હવે નવી ભાજપ સરકાર તે નિર્ણયોને પલટીને માત્ર ‘જ્ઞાનવર્ધક’ સાહિત્ય પર જ ભાર મૂકી રહી છે.

અમેઠીમાં મોટી ગડબડ? : પંચાયત વોટર લિસ્ટમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ, DMએ તાત્કાલિક તપાસના આપ્યા આદેશ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now