Home National Kerala First Virus Cases Corona Nipah Shigella Explained

કોરોના-નિપાહ હોય કે શિલેગા... : કેરળમાં જ કેમ જોવા મળે છે ખતરનાક વાયરસના કેસ? ચોંકાવનારું છે કારણ

Why Virus Outbreak In Keralam
Published by: Viral Patel
Last Updated: Jun 12, 2026, 11:58 AM IST

Why Virus Outbreak In Keralam: ભારતમાં જ્યારે પણ કોઈ નવો અને ઘાતક વાયરસ દસ્તક આપે છે, ત્યારે તેનો પહેલો કેસ અવારનવાર કેરળ રાજ્યમાંથી જ સામે આવે છે. કોરોના મહામારીથી લઈને નિપાહ, શિગેલા અને મંકીપોક્સ જેવા સંક્રમણોની શરૂઆત હંમેશા સૌથી પહેલા કેરળમાં જ જોવા મળે છે. હાલમાં રાજ્યમાં ફરી નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ શિગેલા ઇન્ફેક્શનને કારણે એક બાળકનું મૃત્યુ પણ થયું છે.

કેરળને લઈને લોકોના મનમાં પ્રશ્ન

આ પરિસ્થિતિને જોતા દરેકના મનમાં સવાલ થાય છે કે, આખરે વારંવાર કેરળ જ કેમ આ ચેપી રોગોનું ઘર બને છે? શા માટે દરેક બીમારી કેરળથી જ ભારતમાં પ્રવેશ કરે છે? આ પાછળ ત્યાંની ભૌગોલિક સ્થિતિ, વસ્તીનું માળખું અને સ્વાસ્થ્ય પ્રણાલી સાથે જોડાયેલા કેટલાક મહત્વના કારણો જવાબદાર છે.

અમદાવાદથી દિલ્હી જતી Indigo ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ : લખનઉમાં કરાવ્યું ઇમરજન્સી લેન્ડિંગ

તાડી અને દૂષિત ફળોનું સેવન

કેરળના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ ઝાડમાંથી નીકળતી તાડી અને તાજા ફળો ખાવાનું ચલણ ખૂબ વધારે છે. જંગલોની નજીક હોવાને કારણે ચામાચીડિયા વારંવાર આ ફળો કે તાડીના વાસણો પર બેસે છે. તેમની લાળ અથવા મળ-મૂત્રથી તેને દૂષિત કરે છે. જ્યારે સ્થાનિક લોકો અજાણતા આવા સંક્રમિત ફળો કે તાડીનો ઉપયોગ કરે છે, ત્યારે નિપાહ જેવો જીવલેણ વાયરસ સીધો તેમના શરીરમાં પ્રવેશે છે. પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતા ઝૂનોટિક રોગોનું આ એક મુખ્ય કારણ છે.

જંગલોનું નિકંદન અને વન્યજીવો સાથે સંપર્ક

કેરળનો મોટો હિસ્સો પશ્ચિમ ઘાટના ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જે કુદરતી રીતે 'ફ્રૂટ બેટ્સ' (ફળ ખાતા ચામાચીડિયા)નું ઘર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરીકરણને કારણે જંગલો સતત કપાઈ રહ્યા છે. રહેઠાણ છીનવાઈ જવાથી આ ચામાચીડિયા હવે માનવ વસ્તીની આસપાસ રહેવા લાગ્યા છે. આ બદલાવને કારણે માણસો અને જંગલી જીવો વચ્ચેનું અંતર ઘટી ગયું છે, પરિણામે વાયરસ સીધો માનવ વસ્તીમાં પહોંચી રહ્યો છે.

'જો અર્થવ્યવસ્થા આટલી ઝડપથી વધી રહી છે, તો રોકાણ ક્યાં છે?' : રઘુરામ રાજનનો GDPનાં આંકડાઓ પર સવાલ

કેરળની ગીચ વસ્તી

કેરળમાં વસ્તી ગીચતા ઘણી વધારે છે. એટલે કે, ખૂબ જ ઓછા વિસ્તારમાં ઘણા બધા લોકો સાથે મળીને રહે છે. જ્યારે પણ કોઈ નવો વાયરસ એક વ્યક્તિને શિકાર બનાવે છે, ત્યારે ગીચ વસ્તીને કારણે તે ખૂબ જ ટૂંકા સમયમાં બીજા લોકો સુધી ફેલાઈ જાય છે. સામાજિક રીતે લોકો એકબીજા સાથે જોડાયેલા હોવાથી હોસ્પિટલ કે ઘરમાં સંક્રમણ ઝડપથી ફેલાય છે.

ઉત્તર કેરળમાં નિપાહની વારંવાર દસ્તક

કેરળમાં નિપાહ વાયરસ બહારથી આવતો નથી, પરંતુ અહીંના જંગલોમાં જ ઉછરે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નિપાહના 4 પ્રકોપ જોવા મળ્યા છે, જેમાંથી 3 વખત આ સંક્રમણ કોઝીકોડ અનેમલપ્પુરમ જેવા ઉત્તર કેરળના જિલ્લાઓમાં જ ફેલાયું છે.

અમેઠીમાં મોટી ગડબડ? : પંચાયત વોટર લિસ્ટમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ, DMએ તાત્કાલિક તપાસના આપ્યા આદેશ

કોરોનાની શરૂઆત પણ કેરળથી જ થઈ હતી

વૈશ્વિક પ્રવાસના નેટવર્કને કારણે ભારતનો કોરોનાનો પહેલો કેસ પણ કેરળમાં નોંધાયો હતો. 27 જાન્યુઆરી 2020ના રોજ ચીનની વુહાન યુનિવર્સિટીથી પરત ફરેલી એક વિદ્યાર્થીનીમાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના કારણે દુનિયાના કોઈપણ ખૂણે ફેલાયેલો વાયરસ સૌથી પહેલા કેરળ પહોંચવાની શક્યતા વધી જાય છે.

પારદર્શિતા અને જાગૃતિ: એક સકારાત્મક પાસું

એક મહત્વનું કારણ એ પણ છે કે કેરળમાં અન્ય રાજ્યોની સરખામણીએ નિરીક્ષણ તંત્ર (Surveillance System) ખૂબ જ મજબૂત છે. WHO ના માપદંડો મુજબ અહીં દરેક શંકાસ્પદ કેસની તાત્કાલિક રિપોર્ટિંગ કરવામાં આવે છે. અન્ય રાજ્યોમાં કદાચ વાયરસ અઠવાડિયા સુધી લોકોમાં ફરે પણ તેની ખબર ન પડે, પરંતુ કેરળની સ્વાસ્થ્ય પ્રણાલી તેને વહેલી ઓળખી લે છે. તેથી, કેરળમાં કેસ વધુ દેખાય છે એનો અર્થ એ નથી કે ત્યાં બીમારી વધુ છે, પણ એ છે કે ત્યાંનું તંત્ર નવા સંક્રમણોને ઓળખવા માટે દેશમાં સૌથી વધુ સજાગ અને સક્ષમ છે.

હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષામાં શું ભારત થશે સામેલ? : G7 સમિટમાં મોદી-મેક્રોન બેઠકમાં થશે મહત્વની ચર્ચા


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now