Home Health-lifestyle Make A Natural Face Mask At Home Using Just These Three Items For Skin Care

Skin Care એ દરેક વ્યક્તિ માટે જરૂરી બાબત છે! : માત્ર આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે બનાવો કુદરતી ફેસ માસ્ક

Skin Care એ દરેક વ્યક્તિ માટે જરૂરી બાબત છે!
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 05:53 AM IST

Skin Care: આજના સમયમાં ઘણા લોકો એવા છે જે તેમના વ્યસ્ત દિવસને કારણે તેમની ત્વચા માટે થોડોક સમય પણ કાઢી શકતા નથી. ત્વચાની સંભાળ રાખવી એક મુશ્કેલ કાર્ય છે. કેટલાક લોકો તેમની ત્વચા માટે બધું જ કરે છે, પરંતુ કેટલાક લોકો રાસાયણિક ઉત્પાદનો પર નિર્ભર થઈ જાય છે, જે લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી ત્વચાને કુદરતી રીતે સુંદર અને ચમકદાર કરવા માંગો છો, તો જાણો કે કઈ એક વસ્તુને વાપરીને તમારી ત્વચાને સુંદર બનાવી શકાય છે.

કેળાની છાલ

કેળું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ એક્સપર્ટના મતે, કેળાની છાલ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. સૌ પ્રથમ, આખા કેળાની છાલ લો. ત્યારબાદ તેના નાના ટુકડા કરી લો. હવે તેને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો. જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય, ત્યારે તેમાં અડધી ચમચી ચોખાનો લોટ, અડધી ચમચી ખાંડ નાખીને મિક્સ કરો. ફક્ત આ ત્રણ વસ્તુઓથી, તમારો DIY ફેસ માસ્ક તૈયાર થઈ જશે.

માસ્ક આ રીતે લગાવો

માસ્કને ચહેરા પર લગાવતા પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લો ત્યાર બાદ, આ તૈયાર કરેલ માસ્કને તમારી સ્કીન પર યોગ્ય રીતે લગાવો, અને તેને થોડાક સમય પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. જો તમે આ માસ્કનો દરરોજ એક વાર ઉપયોગ કરો છો, તો તમને તેનાથી ઘણા ફાયદા થઈ શકે છે. જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આ માસ્કને વધુ બનાવીને એરટાઈટ પાત્રમાં રાખીને મૂકી શકો છો.

સામગ્રીના લાભો

કેળાની છાલમાં એન્ટીઑકિસડન્ટ, વિટામિન સી અને પોટેશિયમ જોવા મળે છે, જે ત્વચામાંથી કરચલીઓ દૂર કરવામાં અને ચમક વધારવામાં મદદ કરે છે. આ સાથે, તે ત્વચાને સોફ્ટ બનાવે છે. ચોખાનો લોટ કુદરતી સ્ક્રબ તરીકે કામ કરે છે. તે ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે, ડાઘાઓને અને ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે અને ખાંડ એક કુદરતી એક્સફોલિએટર છે, જે ત્વચામાં રક્ત પરિભ્રમણને સુધારે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now