Home Gujarat Major Blast In Gas Tanker Near Kataria Kutch

કચ્છના કટારિયા પાસે ગેસ ટેન્કરમાં મોટો બ્લાસ્ટ : ટેન્કરના ફુરચા ઉડી ગયા, પાંચથી વધુ વાહનો 'ભસ્મીભૂત'

કચ્છના કટારિયા પાસે ગેસ ટેન્કરમાં મોટો બ્લાસ્ટ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 09:18 AM IST

Kutch Tanker Blast : કચ્છ જિલ્લાના કટારિયા પાસે આજે પરોઢે સામખીયારી–સુરજબારી નેશનલ હાઇવે પર એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ગેસના ટેન્કરમાં અચાનક આગ લાગતાં થોડા જ ક્ષણોમાં વિનાશકારી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આગનો વિશાળ ગોળો આકાશમાં ઊંચે સુધી ઉડી જતો જોવા મળે છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ટેન્કરના પાર્ટ્સ ઉડ્યા હતાં.

પાંચથી વધુ વાહનો આગની ચપેટમાં

બ્લાસ્ટ બાદ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતાં નજીકમાં ઊભેલા અનેક વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી અને આ ઘટનામાં પાંચથી વધુ વાહનો ભસ્મીભૂત થઈ ગયા હતા. આગની ઘટનાના પગલે નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મુસાફરો અને ચાલકોમાં ગભરાટ ફેલાતા લોકો અવરજવરમાં ડર અનુભવી રહ્યાં હતા.

વિસ્ફોટ અંગે તપાસ હાથધરાઈ

દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આગ કેવી રીતે લાગી અને વિસ્ફોટનું સાચું કારણ શું હતું તે અંગે તપાસ હાલમાં ચાલુ છે. આ ઘટના બાદ વિસ્તારામાં ચિંતા અને દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now