Home Gujarat Major Action By Crime Branch In Vadaj Couple Md Caught With Drugs Interstate Racket Exposed

વાડજમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : દંપતી એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયું, સામે આવ્યું આંતરરાજ્ય રેકેટ

વાડજમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 12:51 PM IST

Drugs Racket in Vadaj: અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી માદક પદાર્થોની હેરફેર વધતા પોલીસે સઘન દેખરેખ શરૂ કરી છે. આ અંદાજમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વાડજ વિસ્તારમાં એક મકાનમાંથી લાખો રૂપિયાના મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ સાથે પતિ-પત્નીને ઝડપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે વાડજના અખબારનગર સર્કલ પાસે આવેલી ખત કોલોનીમાં એક દંપતી ઘરમાં જ ડ્રગ્સ રાખીને વેચાણ કરે છે. બાતમીને ચકાસવા પોલીસે પંચ સાક્ષીઓ સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચતા જ મકાનમાં હાજર દંપતી કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની રાજેશ્વરીનની અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
અંગઝડતી અને મકાન તપાસ દરમિયાન પોલીસને આરોપીઓના પેન્ટના ખિસ્સામાંથી તેમજ એક પ્લાસ્ટિકના ડબ્બામાંથી શંકાસ્પદ પાવડર મળ્યું હતું. સ્થળ પર બોલાવવામાં આવેલા FSL નિષ્ણાતોએ તપાસ કરતા આ પાવડર મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દંપતી પાસેથી કુલ 357 ગ્રામથી વધુ એમ.ડી. ડ્રગ્સ કબજે કર્યા, જેની બજાર કિંમત લગભગ 36 લાખ રૂપિયાની ગણાય છે. એટલું જ નહીં, સાથે રોકડ રકમ, બે મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વેઇંગ સ્કેલ મળી કુલ 36 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસએ જપ્ત કર્યો છે.

પોલીસની પૂછપરછ દરમિયાન દંપતીએ કબૂલાત કરી કે તેઓ આ ડ્રગ્સ રાજસ્થાનના સાંચોરમાં રહેતા તેમના સગા સુભાષ ગોદારાથી લાવતા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે સુભાષ ગોદારા પોતે આ જથ્થો ઉત્તર પ્રદેશના લખનઉમાંથી લાવતો હતો. આથી સ્પષ્ટ થાય છે કે આ કેસ માત્ર સ્થાનિક નથી, પરંતુ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલો છે.

હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now