મધ્ય પ્રદેશના શિવપુરીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. એરફોર્સનું એક ફાયટર પ્લેન ક્રેશ થયું છે. આ અકસ્માત એક ખેતરમાં થયો છે. સારી વાત એ રહી કે વિમાન ક્રેશ થતા પહેલા બંને પાયલટ પેરાશૂટ ખોલીને કુદી ગયા. બંને સલામત છે, પરંતુ વધુ ઘાયલ થયેલા એક પાયલટને હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. જે પ્લેનને દુર્ઘટના નડી તે મિરાજ 2000 ફાઈટર જેટ હોવાની માહિતી આપવામાં આવી છે. આ વિમાન બે સીટવાળું ફાઈટર જેટ હતું.
આ વિમાને પ્રશિક્ષણ માટે ઉડાન ભરી હતી. અને વચ્ચે તેનું સંતુલન ખરાબ થઈ ગયું અને તે નીચે જઈને પડ્યું.તમને જણાવી દઈએ કે વિમાન ખેતરમાં પડતાની સાથે જ તે આગના ગોળામાં ફેરવાઈ ગયું. અકસ્માતની જાણ થતાં જ શિવપુરી જિલ્લા વહીવટીતંત્ર અને વાયુસેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. વાયુસેનાના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સારી વાત એ રહી કે, બંને પાયલટ સુરક્ષિત છે. ક્રેશ થયેલા વિમાન અને પાયલટની તસવીરો પણ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે, વિમાન બળીને ખાક થઈ ગયું છે. અને બંને પાયલટ સુરક્ષિત છે. જેમને ગ્વાલિયર લઈ જવામાં આવી રહ્યા છે. એક પાયલટ જે ઘાયલ થયા હતા તેની તસવીરો પણ સામે આવી છે. ઘટનાની વિગતથી તપાસ ચાલી રહી છે.






