Home Entertainment Main Hoon Na To Return To The Big Screen Is The Preparation Underway

'મૈ હૂં ના' ફરી આવશે? : ફરી મોટા પડદા પર આવશે મૈ હૂં ના, શરૂ થઈ ગઈ તૈયારી?

'મૈ હૂં ના' ફરી આવશે?
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2025, 01:22 PM IST

શાહરૂખ ખાનની ફિલ્મ મૈ હૂ ના તો સૌ કોઈની ફેવરિટ છે. મોટા પડદા પર જ્યારે આ ફિલ્મ આવી હતી ત્યારે તેણે ધૂમ મચાવી હતી. અને હવે આ મેજિક ફરીથી મોટા પડદા પર જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ તો બોલીવુડમાં રી-રીલિઝ અને સિક્વલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને સાથે જ ફિલ્મોની સિક્વલ પણ બની રહી છે . એવામાં મૈ હૂ નાની સિક્વલની પણ ચર્ચાઓ ચાલી રહી છે. શાહરૂખ ખાનની આ આઈકોનિક ફિલ્મ 2004માં રિલીઝ થઈ હતી અને ત્યારે તેણો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

મૈ હૂ નાની રિલીઝના લગભગ 2 દાયકા બાદ હવે ખબરો મળી રહી છે કે, ફરાહ ખાન મૈ હૂ ના 2 બનાવવા જઈ રહ્યા છે. જેના માટે તેમણે શાહરૂખ ખાન સાથે વાત શરૂ કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાને આ ફિલ્મ માટે લીલીઝંડી પણ આપી દીધી છે અને ફરાહ હાલ આ ફિલ્મના સ્ક્રીન પ્લે પર કામ કરી રહી છે. ખબરો અનુસાર ફરાહ આ કામ ખૂબ જ ગંભીરતાથી કરી રહી છે અને તે ઈચ્છે છે કે, બીજો ભાગ પણ પહેલા ભાગ જેટલો જ સફળ થાય.

મહત્વનું છે કે, 2004માં રિલીઝ થયેલી ફિલ્મ મૈ હૂ ના ફરાહ ખાનના કરિયરની પહેલા જ ફિલ્મ હતી, જેમાં તેણે ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. શાહરૂખ ખાનની રેડ ચિલિઝે જ તેને પ્રોડ્યુસ કરી હતી. અને તે સુપરહિટ રહેતા ફરાહની કરિયરને એક ઉડાન મળી હતી. આ ફિલ્મ બાદ ફરાહ ખાને અનેક એકથી એક સારી ફિલ્મો આપી છે અને પોતાની ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી છે. એવામાં હવે ફરી સિક્વલના સમાચાર આવતા ચાહકો આનંદમાં જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now