Home Gujarat Mahisagar District With Chinese Rope In Ocean

મહીસાગરમાંથી 'જીવલેણ' દોરી ઝડપાઈ : ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો,36 હજારનો મુદ્દામાલ જપ્ત

મહીસાગરમાંથી 'જીવલેણ' દોરી ઝડપાઈ
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 03:19 PM IST

Mahisagar Chinese Rope : મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ટીંબા મહોલ્લા વિસ્તારમાંથી મહીસાગર પોલીસે ઉતરાયણ પર્વ પહેલા જ ગેરકાયદેસર રીતે વેચાતી ગળાકાપનાર ચાઇનીઝ દોરી સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન રૂ. 36 હજારની કિંમતનો ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી મહંમદ વાકીફ મહેબુબમિયા મલેકને દબોચ્યો

આ સાથે પોલીસે ચાઇનીઝ દોરીનો વેપાર કરતા આરોપી મહંમદ વાકીફ મહેબુબમિયા મલેકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઉતરાયણ દરમિયાન ચાઇનીઝ દોરીથી લોકો તથા પક્ષીઓને ગંભીર ઇજા થવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

ગેરકાયદેસર વેપાર પર રોક

ઉતરાયણ પહેલા જ આવા ગેરકાયદેસર વેપાર પર રોક લગાવવા માટે મહીસાગર પોલીસ સતત નજર રાખી રહી છે. બાલાસિનોરના ટીંબા મહોલ્લામાં કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ગળાકાપનાર ચાઇનીઝ દોરીનો વેપાર કરનારાઓ સામે પોલીસ કોઈ ઢીલાશ રાખવાની નથી અને જનસુરક્ષા માટે કડક પગલાં લેતી રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now