Home Automobile Mahindra Xuv 3xo Gst Reforms 2025 More Than 70 Thousand Rupees Price Reduction Know Details Here

GST ઘટયા બાદ Mahindra ની આ 5 સ્ટાર સેફટી રેટિંગ SUV પર થશે મોટી બચત! : 1.2 લિટર ટર્બો એન્જિન, ટ્વીન HD ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટથી લેસ Mahindra XUV 3XO, જાણો સમગ્ર ડિટેલ્સ

GST ઘટયા બાદ Mahindra ની આ 5 સ્ટાર સેફટી રેટિંગ SUV પર થશે મોટી બચત!
Published by: OBS Bureau
Last Updated: Sep 11, 2025, 11:59 AM IST

મહિન્દ્રાએ તાજેતરમાં જ GST 2.0 નો સંપૂર્ણ ફાયદો પોતાના ગ્રાહકોને જાહેરાત કરી દીધી છે. આ બાદ કંપનીની એન્ટ્રી લેવલ Mahindra XUV 3XO ખરીદવાનું સસ્તું થઈ ગયું છે. જો તમે આગામી સમયમાં આ ગાડીને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે એ જાણવું જરૂરી છે કે GST ઘટાડા બાદ તમને આ કાર કેટલી સસ્તી મળશે.

GST ઘટાડા બાદ હવે તમને Mahindra XUV 3XO નું બેઝ MX1 પેટ્રોલ વેરિયન્ટ હવે માત્ર 7.30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) માં મળશે. કંપનીએ આના બેઝ વેરિયન્ટની કિંમતમાં 70,600 રૂપિયાનો ઘટાડો કર્યો છે. Mahindra XUV 3XO MX1 પેટ્રોલ વેરિયન્ટ SUVs લાઇનઅપનું બેઝ મોડલ છે, જે ખૂબ જ પોસાય તેવી કિંમતે મળવાની સાથે 5 સ્ટાર રેટિંગ પણ આપે છે.

Mahindra XUV 3XO ના ફીચર્સ

આ ગાડીમાં ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ટ્વીન HD ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ, ફૂલી ડિજિટલ ક્લસ્ટર, 7-સ્પીકર ઓડિયો સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવા ફીચર્સ સામેલ છે. આને 5 સ્ટાર NCAP રેટિંગ પણ મળી છે.

કારનો પાવરટ્રેન

મહિન્દ્રાએ તાજેતરમાં જ XUV 3XO સીરિઝમાં ત્રણ નવા વેરિયન્ટ -REVX M, REVX M (0) અને REVX A સામેલ કરેલા છે. કાર હવે ત્રણ એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમા પહેલું 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 109 bhp ની પાવર અને 200 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

બીજો વિકલ્પ 1.2 લિટર TGDi ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 129 bhp ની પાવર અને 230 Nm નો ટોર્ક જનરેટ કરે છે. ત્રીજો વિકલ્પ 1.5 લિટર ડીઝલ એન્જિન છે, જે 115 bhp ની તાકાત અને 300 Nm નો દમદાર ટોર્ક જનરેટ કરે છે. આ તમામ એન્જિન વેરિયન્ટ સાથે ગ્રાહકને 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ ઓટોમેટિક અને AMT ગિયરબોક્સનો વિકલ્પ મળે છે, જેનાથી તે પોતાની ડ્રાઇવિંગ સ્ટાઈલ અને જરૂરિયાત અનુસાર ટ્રાન્સમિશન પસંદ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now