Home Automobile Mahindra Be 6 Special Edition Car Only Three Hundred People Can Buy This Car

Mahindra BE 6 ફક્ત 300 વ્યક્તિ જ ખરીદી કરી શકશે : BE 6 સ્પેશિયલ એડિશનની કિંમત, ફીચર્સ જાણો

Mahindra BE 6 ફક્ત 300 વ્યક્તિ જ ખરીદી કરી શકશે
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 05:38 AM IST

Mahindra BE 6 એડિશન

મહિન્દ્રાએ ઓટો મોબાઈલની દુનિયામાં તેની અલગ ઓળખ બનાવવામાં આવી છે. આ વખતે મહિન્દ્રા અને વોર્નર બ્રધર્સે સાથે મળીને એક સ્પેશિયલ એડિશન કાર લોન્ચ કરી છે. BE.6 બેટમેન એડિશન છે. આ કારને લિમિટેડ એડિશન કાર તરીકે લોન્ચ કરવામાં આવી છે જે ફક્ત 300 લોકો માટે જ ઉપલબ્ધ હશે. કાર પ્રેમીઓ માટે તેનું બુકિંગ 23 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે.

બેટમેનની કિંમત શું હશે?

મહિન્દ્રાએ વોર્નર બ્રધર્સ સાથે મળીને મહિન્દ્રા BE 6 બેટમેન એડિશન તૈયાર કરી છે. હાલમાં, ફક્ત તેનું લિમિટેડ એડિશન લોન્ચ કરવામાં આવ્યું છે. કાર પ્રેમીઓ આ બેટમેન 27.79 લાખ રૂપિયામાં ખરીદી શકે છે. આ તેની એક્સ-શોરૂમ કિંમત છે. કારનું બુકિંગ 23 ઓગસ્ટથી શરૂ થવાનું છે. કારની ડિલિવરી માટે એક ખાસ દિવસ પણ પસંદ કરવામાં આવ્યો છે. ડિલિવરી આંતરરાષ્ટ્રીય બેટમેન દિવસ એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ એડિશનની અત્યાર સુધી માત્ર 300 કાર જ તૈયાર કરવામાં આવી છે.

કારના ફીચર્સમાં શું ખાસ છે?

કારના ફીચર્સ વિશે વાત કરીએ તો, બેટમેનને ખાસ લુક સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેને Satin Black રંગથી રંગવામાં આવી છે. આ કારના આગળના દરવાજા પર કસ્ટમ બેટમેન ડેકલ અને પાછળના ભાગમાં ધ ડાર્ક નાઈટનું બેજિંગ પણ છે. આ સાથે, બેટમેનનો લોગો ફ્રન્ટ ફેન્ડર્સ, હબ કેપ્સ અને પાછળના બમ્પર પર પણ જોઈ શકાય છે. વ્હીલ્સ વિશે વાત કરીએ તો, તેમાં 20 ઇંચના એલોય વ્હીલ્સ મળશે.

કારનો આંતરિક ભાગ

બેટમેન એડિશનની અંદરમાં પણ ગણી ખાસ સુવિધાઓ જોવા મળશે. સ્ટીયરીંગની વાત કરીએ તો, તેના વ્હીલ, ટચ કંટ્રોલર અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેકમાં પણ ગોલ્ડન કલર એક્સેન્ટ્સ છે. આ ઉપરાંત, ઇન્ટિરિયરમાં ગોલ્ડન સેપિયા એક્સેન્ટ સ્ટીચિંગ સાથે પ્રીમિયમ સ્યુડ અને લેધર અપહોલ્સ્ટરી પણ જોવા મળશે. તે જ સમયે, ડૅશબોર્ડ પર પિનસ્ટ્રાઇપ ગ્રાફિક્સ અને બેટમેન બ્રાન્ડિંગ સાથે ડ્રાઇવર કોકપિટની આસપાસ ગોલ્ડન હોલો આપવામાં આવ્યો છે. તેના ડેશબોર્ડ પર નંબરિંગ સાથે ગોલ્ડન કલરમાં બેટમેન એડિશન પ્લેટ લગાવવામાં આવી છે. સલામતી માટે તેમાં 7 એરબેગ્સ પણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now