Mahindra BE 6 Formula E Edition Launch: મહિન્દ્રાએ BE 6 નું ફોર્મ્યુલા E એડિશન લોન્ચ કર્યું છે. આ ઇલેક્ટ્રિક કારને કેટલાક કોસ્મેટિક ફેરફારો સાથે બજારમાં લાવવામાં આવી છે. મહિન્દ્રાની આ નવી એડિશન સ્ટાન્ડર્ડ મોડલથી થોડી અલગ છે. ફોર્મ્યુલા E એડિશનને ભારતીય બજારમાં બે વેરિઅન્ટ સાથે રજૂ કરવામાં આવી છે. જાણો આ ખાસ એડિશનની કારની કિંમત, લુક, બૂકિંગની તારીખ અને કલર ઓપ્શનની માહિતી.
વેરિઅન્ટ, કિંમત અને બૂકિંગ
ફોર્મ્યુલા E એડિશન ભારતીય બજારમાં બે વેરિઅન્ટ, FE2 અને FE3 માં લાવવામાં આવી છે. તેના FE2 વેરિઅન્ટની કિંમત રૂ. 23.69 લાખ છે અને FE3 વેરિઅન્ટની કિંમત રૂ. 24.49 લાખ છે. મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશન માટે બુકિંગ 14 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે, અને કંપની આ કારની ડિલિવરી એક મહિના પછી, 14 ફેબ્રુઆરી, 2026 થી શરૂ કરશે.
કલર ઓપ્શન
આ નવું એડિશન મોડલ ચાર કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: Tango Red, Stealth Black, Firestorm Orange અને Everest White. આ રંગો સ્ટાન્ડર્ડ BE 6 મોડલ પર પણ ઉપલબ્ધ છે.
લુક
મહિન્દ્રાએ BE 6 ના ફોર્મ્યુલા E એડિશનને વધુ આકર્ષક લુક સાથે લોન્ચ કરી છે. તેના આગળના અને પાછળના બમ્પરને વધુ એગ્રેસીવ બનાવવામાં આવ્યા છે. ગ્રાફિક્સ અને ડેકલ્સ પણ ઉમેરવામાં આવ્યા છે. આ મહિન્દ્રા કારની રૂફ અને બોનેટ પણ બ્રાન્ડના ફોર્મ્યુલા E થી ઇન્સપાયર છે. તે 12 સ્ટ્રીપ ગ્રાફિકનો ઉપયોગ કરે છે, જે દર્શાવે છે કે, ટીમે EV રેસિંગ ચેમ્પિયનશિપમાં 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ કારના FE2 વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ મોડલની જેમ 19 ઇંચના વ્હીલ્સ છે, જ્યારે FE3 માં 20 ઇંચના એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્પેશિયલ એડિશન મોડલ સ્ટાન્ડર્ડ EV ની સરખામણીમાં પાછળના ભાગથી થોડી અલગ દેખાય છે. તેના પાછળના ભાગમાં ફોર્મ્યુલા E બેજિંગ છે અને LED લાઇટની ડાઇરેક્શન પણ બદલવામાં આવી છે. મહિન્દ્રાએ BE 6 ના આ એડિશન મોડલને વધુ સ્ટાઇલિશ લુકમાં રજૂ કરી છે.





















