નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ભાગદોડની ઘટના પછી ભારતીય રેલવે હાઈએલર્ટ પર છે. મહાકુંભમાં સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ સંગમ સ્ટેશનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, હાલ એ નક્કી નથી અને આવનારા સમયમાં ભીડની સ્થિતિ પર નિર્ભર કરશે. જો ભીડ ઓછી નહીં થાય તો આ રેલવે સ્ટેશન બંધ રાખવાનું નક્કી કરાશે. અને 28 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ સ્ટેશન બંધ રહેશે.
મહાકુંભમાં ફરી એકવાર શનિવાર અને રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અલગ અલગ રેલવે સ્ટેશનો પરથી મળતી માહિતી અનુસાર મુસાફરો દેશભરથી પ્રયાગરાજ આવી રહ્યાં છે. જે બાદ રેલવેએ ઇમરજન્સી પ્લાન માટે 24 કલાક તૈનાત રહેવાની સૂચના આપી છે. સપ્તાહાંતની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે સતર્ક છે. જો ભીડ વધશે તો પ્રયાગરાજ સ્ટેશનને સમગ્ર મહાકુંભ સુધી બંધ જાહેર કરી શકાય છે.
અન્ય સ્ટેશનો પરથી ટ્રેનો લેવી પડે છે.
આ જાહેરાત પછી જે મુસાફરોએ પ્રયાગરાજ સંગમથી ટ્રેન પકડવાની હતી તેઓ પ્રયાગરાજ જંક્શન અથવા પ્રયાગ સ્ટેશનથી ટ્રેન પકડી શકશે. અયોધ્યા, જૌનપુર, લખનૌ રૂટ માટે મુસાફરોએ બીજા સ્ટેશન પર જવું પડશે. ભીડના વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંગમ સ્ટેશન બંધ હોવાથી ભક્તોએ પ્રયાગ સુધી પગપાળા જવું પડશે. ભક્તોની સુવિધા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.





