Mahakumbh Stampede: મહાકુંભમાં દર્દનાક દુર્ઘટનામાં એક મોટા અપડેટ મળી રહ્યા છે.કુંભમાં થયેલી ભાગદોડમાં 30 લોકોના મોત થયા છે, તેમાંથી એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત થયું છે.તેના વિશે વિગતવાર માહિતી મળી રહી છે. મહાકુંભમાં વિસનગરના કડાના પટેલ મહેશભાઈ નામના શ્રધ્ધાળુનું મોત થયું છે. મહેશ પટેલ સુરતથી તેમના સાળા સાથે મહાકુંભમાં ગયા હતા.
મહેશ પટેલના મૃતદેહને વતન કડા ગામ લવાશે
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પ્રશાસને પ્રેસ કોન્ફરન્સ કરીને તેના વિશે માહિતી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે તંત્ર હજુ મહેશ પટેલના મોતનું કારણ શું છે એ પુષ્ટિ કરી રહ્યું છે. પ્રયાગરાજથી મહેશ પટેલના મૃતદેહને તેમના વતન કડા ગામ લવાશે.
પરિવારજનોમાં શોકની લાગણી
હાલ એવી માહિતી મળી છે કે મહેશ પટેલ સુરતથી તેમના સાળા સાથે મહાકુંભમાં ગયા હતા.જ્યાં મહેશ પટેલને એટેક આવ્યો હતો. મૃતક મહેશ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાયી થયેલા છે. મહેશ પટેલના અવસાનના સમાચારથી પરિવાર શોક મગ્ન બન્યો છે.
મૌની અમાસમાં સ્નાન કરવા કરોડો લોકો ઉમટ્યા
ઉલ્લેખનીય છે કે મૌની અમાસના સ્નાન કરવા માટે કરોડો લોકો ઉમટી પડ્યા અને ભાગદોડ મચી ગઈ. આ દુર્ઘટનામાં 30 લોકોએ જીવ ગુમાવ્યા છે.પ્રયાગરાજમાં ભારે ભીડ વચ્ચે ફાટી નીકળેલી આ નાસભાગમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ અકસ્માત બીજા અમૃત સ્નાન મૌની અમાવસ્યા પહેલા થયો હતો. આ ઘટનામં 90 જેટલા લોકો ઘાયલ પણ થયા છે.
તપાસના આદેશ અપાયા
30 મૃતકોમાંથી 25ની ઓળખ થઈ ગઈ છે. પાંચ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. પ્રયાગરાજ મેળાના ડીઆઈજીએ કહ્યું છે, કે મૃતકોમાં 25 લોકોની ઓળખ સ્પષ્ટ થઈ ગઈ છે. ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. મંગળવાર-બુધવારની અડધી રાત્રે સંગમ નોઝ પર ભાગદોડ મચી ગઈ. જેમાંથી અનેક લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાની વિસ્તૃત તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય
3 સભ્યોની ટીમ ઘટનાની ન્યાયિક તપાસ કરશે. સીએમ યોગીએ જાહેરાત કરી કે મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ અકસ્માત આપણા માટે એક પાઠ છે.
એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત: સીએમ યોગી
મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટનાનો ઉલ્લેખ કરતી વખતે સીએમ યોગી આદિત્યનાથ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, "ગઈકાલે સાંજે 7 વાગ્યાથી, મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા હતા અને સ્નાન કરી રહ્યા હતા. ઘણા લોકો બ્રહ્મ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન, એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો. 90 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના: યોગી
બેરિકેડ તોડવા અને કૂદકા મારવાથી આ ઘટના બની. ત્રીસ લોકોના દુઃખદ મોત થયા છે. પ્રયાગરાજમાં ૩૬ ઘાયલોની સારવાર ચાલી રહી છે. આ ઘટના દુઃખદ છે. અમે તે બધા પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે ત્યારથી વહીવટીતંત્રના સંપર્કમાં છીએ. ગઈકાલે રાત્રે." આ બધા મુદ્દાઓ પર પ્રશ્નો ઉભા થવા સ્વાભાવિક છે. સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






