Home Entertainment Maha Kumbh Viral Sensation Monalisa Jitendra Narayan Singh Shocking Allegations Sanoj Mishra

ફિલ્મના ચક્કરમાં ફસાઈ ગઈ મોનાલિસા? : ડાયરેક્ટર પર પ્રોડ્યુસરે લગાવ્યા ગંભીર આરોપ

ફિલ્મના ચક્કરમાં ફસાઈ ગઈ મોનાલિસા?
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 06:31 AM IST

મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસા આજે કોઈ સ્ટારથી ઓછી નથી. મોનાલિસા મહાકુંભમાં માળા વેચતી જોવા મળી હતી અને ધીમે ધીમે તેના વીડિયો વાયરલ થયા હતા. મોનાલિસાની કજરારી આંખો અને બ્યૂટિએ બધાના દિલ જીતી લીધા.ય હવે મોનાલિસા સ્ટાર બની ગઈ છે. તાજેતરમાં મળતા સમાચારમાં મોનાલિસાને એક ફિલ્મની ઓફર કરવામાં આવી છે.

બોલિવૂડ લાઇફ અનુસાર, સનોજ મિશ્રાએ તેને ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર "ની ઓફર કરી. આ ન્યૂઝની અનેક ચર્ચાઓ થઈ. આ ઉપરાંત મોનાલિસાના ટ્રેનિંગ વીડિયો અને ઈવેન્ટ્સમાં હાજરી આપતા વીડિયો પણ ચર્ચામાં રહ્યા. જોકે હવે નિર્માતા જીતેન્દ્ર નારાયણ સિંહે સનોજ મિશ્રા વિષયે ઘણા ખુલાસા પણ કર્યા છે.

સનોજ મિશ્રા પર બળાત્કારનો આરોપ

જીતેન્દ્ર નારાયણ સિંહે સનોજ મિશ્રા પર મોનાલિસા અને તેના પરિવારનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. જીતેન્દ્રએ કહ્યું કે તેમને સનોજ સાથે કામ કરવાનો ખરાબ અનુભવ થયો હતો. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જીતેન્દ્રએ સનોજને છેતરપિંડી કરનાર શખ્સ ગણાવ્યો. આ ઉપરાંત જીતેન્દ્રએ સનોજની દારૂ પીવાની આદતનો પણ ખુલાસો કર્યો.

'મને મોનાલિસા અને તેના પરિવાર માટે ખરાબ લાગે છે. તેઓ ખૂબ જ સિમ્પલ અને નમ્ર લોકો છે. પરંતુ સનોજ મિશ્રા જેવા લોકો તેમના ઘરે પહોંચી ગયા. અને કોઈપણ તપાસ કર્યા વગર, મોનાલિસાને તેને સોંપી દિધી. જીતેન્દ્ર નારાયણે એવો પણ દાવો કર્યો હતો કે કોઈ પણ નિર્માતા સનોજ મિશ્રાની ફિલ્મને સાથ નહીં આપે. તેમની પાસે ફિલ્મો બનાવવા માટે પૈસા પણ નથી.


એવા પણ અહેવાલો છે કે મોનાલિસાને તેના પહેલા પ્રોજેક્ટ માટે 21 લાખ રૂપિયા આપવામાં આવશે. તેને 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તે આ ફિલ્મમાં એક નિવૃત્ત સૈન્ય અધિકારીની પુત્રીની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં અનુપમ ખેર પણ જોવા મળશે. જોકે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now