Home Entertainment Maha Kumbh 2025 Katrina Kaif Raveena Tandon Rasha Thadani Perform Ganga Aarti And Bhajan

કટરિનાએ ધોયા પાપ : લગાવી સંગમમાં ડુબકી

કટરિનાએ ધોયા પાપ
Published by: OBS Bureau
Last Updated: Feb 25, 2025, 04:57 AM IST

મહાકુંભને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. આવતીકાલે મહાશિવત્રીએ અંતિમ સ્નાન થશે. અને ત્યારપછી આ મહાન મહાપર્વની પૂર્ણાહૂતિ થશે. જોકે હજુ પણ કરોડોની સંખ્યામાં લોકો સ્નાનનો લાભ લેવા આવી રહ્યાં છે. મહાકુંભમાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કટરિના કૈફેને સંગમમાં પવિત્ર સ્નાન કરીને પોતાના પાપ ધોયા છે. સોમવારે કટરિના કૈફ તેની સાસુ વીણા કૌશલ સાથે મહાકુંભ પહોંચી હતી. આ સાથે જ રવીના ટંડન અને તેમની દીકરી રાશા પણ જોવા મળી હતી. અભિનેતા અભિષેક બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ બધાએ ગંગાની આરતી કરી અને ભજન ગાયા.



કટરિનાએ ગાયું ભજન

પીળા રંગના આઉટફિટમાં કેટરિના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમણે માથા પર ટોપી અને કપાળ પર તિલક કર્યું હતું. રવિના અને રાશા પણ પીળા આઉટફીટમાં જોવા મળ્યા હતા.  કટરિના કૈફ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી અને તેમના આશીર્વાદ મેળવ્યા. આ પછી તેમણે સંગમમાં ડૂબકી લગાવી હતી. કટરિનાના મહાકુંભના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.  તમને જણાવી દઈએ કે મહાકુંભમાં અત્યાર સુધી ઘણા સ્ટાર્સ ગયા છે. અક્ષય કુમાર, વિકી કૌશલ, હેમા માલિની અને અંબાણી પરિવારે પણ લાહ્વો લીધો છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now