Uttar Pradesh Prayagraj Maha Kumbh 2025 Fire : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાંથી ફરી એકવાર આગ લાગવાના મોટા સમાચાર આવ્યા છે. સેક્ટર 19 માં અનેક પડાલોમાં આગ લાગી, જેના કારણે ભક્તોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
કલ્પવાસીઓ મહાકુંભમાંથી પોતાના તંબુ ખાલી કરીને પોતપોતાના ઘરે પહોંચી ગયા છે. તે દરમિયાન શનિવારે મહાકુંભના સેક્ટર 19માં અચાનક આગ લાગી હતી. આ આગ કલ્પવાસીઓના ખાલી મંડપોમાં લાગી હતી. કાળો ડિબાંગ ધુમાડો આકાશમાં જોતા શ્રદ્ધાળુઓમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. માહિતી મળતાં જ સ્થાનિક વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ફાયર વિભાગના કર્મચારીઓને બોલાવ્યા.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. જોકે, આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. બે દિવસ પહેલા પણ મહાકુંભમાં બે જગ્યાએ આગ લાગી હતી. જોકે, સરકારી વહીવટીતંત્રની તત્પરતાને કારણે આગ પર ટૂંક સમયમાં કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
આ ઘટના પર શું કહ્યું ડીઆઈજી મહાકુંભએ?
પ્રયાગરાજ મેળા વિસ્તારમાં આગની ઘટના અંગે ડીઆઈજી મહાકુંભ વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે આગ સંપૂર્ણપણે કાબૂમાં છે. સેક્ટર 19 માં કલ્પવાસીઓ દ્વારા ખાલી કરાયેલા કેટલાક જૂના તંબુઓમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈનું મોત કે ઈજા થઈ નથી.






