Home Entertainment Maalik Movie Teaser Review

રાજકુમાર રાવનો અત્યાર સુધીનો સૌથી ઘાતક અવતાર : જેઓને Animal ગમી હતી, Maalik તેમના માટે Must-Watch

રાજકુમાર રાવનો અત્યાર સુધીનો સૌથી ઘાતક અવતાર
Published by: OBS Bureau
Last Updated: Jun 04, 2025, 02:43 PM IST

આમ તો રાજકુમાર રાવને આપણે સીધા-સાદા કેરેક્ટરમાં જોયા છે, પણ હવે એક ‘twist’ આવી ગયો છે. ‘સ્ત્રી’, ‘બરેલી કી બર્ફી’ અને ‘શહિદ’ જેવી ફિલ્મોમાં સારો અભિનય આપ્યા બાદ હવે રાજકુમાર આવી રહ્યો છે એક એવા રોલમાં જે તમે ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય.

ફિલ્મ ‘માલિક’માં રાજકુમાર રાવ એક એવા ખતરનાક ગેંગસ્ટર તરીકે સામે આવે છે કે જેના એક્શન અને અંદાજ જોઈને દર્શકો ‘shock’ થઇ જશે. અને ટીઝરનાં ડાયલોગ્સ તો સીધા દિલમાં ઘૂસી જાય છે —
"માલિક પૈદા નહીં હુએ તો ક્યા, બન તો સકતે હૈ!"
એટલેથી જ સ્પષ્ટ છે કે આ પાત્ર સામાન્ય વિલન નહીં, પણ પોતાનું નસીબ પોતે લખનાર છે.



અલાહાબાદના અંડરવર્લ્ડની કથાનું પોટ્રેયલ
ફિલ્મ ‘માલિક’ની કહાની વર્ષ 1988ના અલાહાબાદના બેકડ્રોપ પર આધારિત છે. અહીં સત્તા, ગુસ્સો અને અંધારાની દુનિયાની રક્તરંજિત કહાની પ્રસ્તુત થાય છે. આ ફિલ્મ એક એવા વ્યક્તિની સફર બતાવે છે, જે જન્મથી નહીં પણ પોતાના મજબૂત ઈરાદાથી “માલિક” બને છે. તેના જીવનમાં ચાલી રહેલા ગેંગવોર્સ, ફિલ્મને એક ‘blood-soaked’ અને ‘engaging’ નરેટિવ આપે છે.

રુંવાટા ઊભા કરી નાખે તેવા દૃશ્યો
ફિલ્મનું ટીઝર બહાર પડતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ચૂક્યું છે. ખાસ કરીને એક્શન સિક્વન્સ અને રાજકુમાર રાવનો અકલ્પનીય ટ્રાન્સફોર્મેશન પ્રશંસાનું કેન્દ્ર બન્યું છે. ટીઝરમાં જોવા મળતા દૃશ્યો એટલા ઇન્ટેન્સ છે કે રણબીર કપૂરની Animal ફિલ્મની યાદ તાજી થઈ જાય છે. જેમ Animal માં ક્રૂરતાનું અને લાગણીઓનું તોફાન હતું, તેમ Maalik માં પણ રુંવાટા ઊભા કરી દે તેવા દ્રશ્યો છે.



મેકર્સ અને સ્ટારકાસ્ટ

આ ફિલ્મનું નિર્દેશન પુલકિત દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રોડક્શન કુમાર તૌરાણી તથા જય શવકર્મણીએ સંભાળ્યું છે. ફિલ્મમાં હુમા કુરેશી, માનુષી છિલ્લર (મિસ વર્લ્ડ 2017), મેઘા શંકર અને પ્રસનજીત ચેટર્જી જેવા અનુભવી  કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

જેઓને Animal જેવી ડાર્ક, ઇન્ટેન્સ અને પાવરફુલ ફિલ્મો પસંદ આવે છે, તેમના માટે Maalik એકદમ બેસ્ટ મુવી છે.  ‘Maalik’ 11 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, અને તે પહેલાંથી જ આ ફિલ્મનું ટીઝર દર્શકોના દિલ જીતીને બેઠું છે.

બસ હવે ગણતરીના દિવસો બાકી છે... Maalik આવી રહ્યો છે, અને આ વખતે કમાણી નહીં પણ "હક છીનવવાની" વાત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now