Home Entertainment Maa Movie Trailer Release

દુશ્મન ભૂત નથી પણ રાક્ષસ છે... શું એક 'માં' બચાવી શકશે પોતાની દીકરીને? : 'મા' ટ્રેલર રિલીઝ: કાજોલ હવે એકદમ નવા અંદાજમાં જોવા મળશે

દુશ્મન ભૂત નથી પણ રાક્ષસ છે... શું એક 'માં' બચાવી શકશે પોતાની દીકરીને?
Published by: OBS Bureau
Last Updated: Jun 10, 2025, 06:47 AM IST

બોલીવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ કાજોલ હવે એકદમ નવા અંદાજમાં જોવા મળશે, એવી ભૂમિકામાં – જેને જોઈને આંખો ભીની થાય અને સાથે goosebumps પણ આવી જાય. વિશાલ ફુરિયા દિગ દર્શિત ફિલ્મ ‘મા’નો ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ થયો છે, અને એમાં કાજોલ એક એવી માતા તરીકે ઉભરી આવે છે – જે પોતાની દીકરીને બચાવવા માટે આખું ભૂતિયું ગામ અને શ્રાપ સામે લડાઈ છેડે છે.

ટ્રેલરમાં શું છે ખાસ?
ટ્રેલર શરૂ થાય છે એક શાંત અને સૌમ્ય વાતચીતથી – કાજોલ અને તેની દીકરી કારમાં જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. દીકરી માસિક ધર્મના દુઃખથી પરેશાન છે અને કાજોલ પ્રેમથી ભરોસો આપે છે કે બધું ઠીક થઈ જશે. પરંતુ પછી કંઈક એવુ થાય છે જે તેમનાં જીવનને હંમેશા માટે બદલી નાખે છે – અચાનક ભયાનક ઘટના બાદ કાજોલ અને તેની દીકરી શાપિત ગામ ‘ચંદનપુર’માં ફસાઈ જાય છે, જ્યાં દહેશતની હકીકત ખુલે છે.



તેંથી આગળની કહાનીમાં ખુલાસો થાય છે એક એવા શ્રાપનો, જે દીકરીઓને 'બલિદાન' તરીકે માગે છે. રોનિત રોયનો પાત્ર એ ઘટના પાછળનો ઇતિહાસ ખોલે છે – અનેક છોકરીઓ અહીંથી ગાયબ થઈ ગઈ છે. કાજોલ પછી કહે છે એક લાઇન – જે આખા ટ્રેલરનો ભાવ બાંધી દે છે:

“મારી દીકરી કોઈ શ્રાપનો ઉપાય નથી... હું કોઈનું પણ બલિદાન નઈ થવા દઉં!”



આ સીનથી કાજોલ એક શાંત અને પ્રેમાળ મા નહિ રહે પરંતુ બની જશે ‘માં-કાળી’, એક એવી શક્તિ જે ભયને પણ ભયભીત કરે.

ફિલ્મ વિશે બીજું શું જાણવા મળ્યું?
ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે વિશાલ ફુરિયાએ, જેમણે હોરર અને ઈમોશનલ થ્રિલને એક સાથે રજૂ કરવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. ફિલ્મનું નિર્માણ અજય દેવગન અને જ્યોતિ સુબારાયનએ કરવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટ લખી છે સૈવિન ક્વાડ્રાસે અને એડિટિંગ છે સંદીપ ફ્રાન્સિસનું.

કાજોલ ઉપરાંત ફિલ્મમાં જોવા મળશે રોનિત રોય, ઇન્દ્રનીલ સેનગુપ્તા, જિતિન ગુલાટી, અને ખેરિન શર્મા.

ક્યારે રિલીઝ થશે?
‘મા’ થિયેટરોમાં 27 જૂન, 2025એ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માત્ર એક હોરર મુવી નથી પરંતુ એક ઇમોશનલ ફિલ્મ પણ છે.

શું તમે જોવા જશો આ ભયાનક મુવી ને?


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now