Home Gujarat Lunar Eclipse On September 7 Lunar Eclipse Willbe Visible In India Including Ahmedabad

7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ, અમદાવાદ સહીત ભારતમાં દેખાશે કે નહીં? : જાણો તેની ભયાનક અસરો, ભૂસ્ખલન, સુનામી, ભારે વારસાદની શક્યતા

7  સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ, અમદાવાદ સહીત ભારતમાં દેખાશે કે નહીં?
Published by: OBS Bureau
Last Updated: Aug 30, 2025, 05:04 AM IST

આગામી 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ થવાનું છે, જેની અસર અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં જોવા મળશે. આ ખગોળીય ઘટના રાત્રે 9 વાગ્યે શરૂ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં સુતક કાળ શરૂ થઈ જાય છે. આ કારણે સવારે 9 વાગ્યાથી જ મોટાભાગના મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવશે.

જનમાનસ અને કુદરત પર અસર

જ્યોતિષીઓ માને છે કે ચંદ્રગ્રહણની માનવજીવન પર વિપરીત અસર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને લગતી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, હવામાનશાસ્ત્રીઓ અને જ્યોતિષવિદ્યાના જાણકારોએ આ સમયગાળાને અત્યંત સંવેદનશીલ ગણાવ્યો છે. ખાસ કરીને ૭ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ સમયગાળામાં કુદરતી આફતો જેવી કે ભૂસ્ખલન, સુનામી અને ભારે વરસાદની શક્યતા રહેલી છે.

21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ

ઉલ્લેખનીય છે કે, 7 સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણ બાદ 21 સપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ પણ થવાનું છે. આ બંને ગ્રહણો વચ્ચેનો સમયગાળો જનસામાન્ય અને કુદરતી પ્રવૃત્તિઓ પર ઊંડી અસર પાડી શકે છે. તેથી, આ 15 દિવસના ગાળા દરમિયાન લોકોએ સાવધાન રહેવું અને બિનજરૂરી મુસાફરી ટાળવી હિતાવહ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now