આખરે અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ પર કેબુ મેળવામાં લેવાયમાં આવ્યો. આ આગ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલી અને લગભગ 30 લોકો માર્યા ગયા તેમજ હજારો લોકો ઘર વિહોણા થઈ ગયા. આ વિનાશક આગના કારણે 10,000થી વધુ ઘર બળીને ખાખ થઈ ગયા. આ આગ 37,000 એકર (150 ચોરસ કિલોમીટર)થી વધુ વિસ્તારમાં ફેલાઈ હતી. આગના કારણે ઘણું નુકસાન થયું છે.
આગ પર મેળવાયો કાબુ
કેલ ફાયર, રાજ્યની અગ્નિશામક એજન્સીએ શુક્રવારે તેની વેબસાઇટ પર આંકડા અપડેટ કર્યા, અને જણાવ્યું કે બંને આગ 100 ટકા કાબુમાં છે. આગ ઘણા દિવસો સુધી ચાલી. બંને આગ 7 જાન્યુઆરીના રોજ લાગી હતી તેનું ચોક્કસ કારણ હજુ પણ સામે નથી આવ્યું. ડઝન જેટલા સંશોધકોએ હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે અશ્મિભૂત ઈંધણને બાળવાથી ગ્લોબલ વોર્મિંગને કારણે આગ લાગવાની શક્યતા 35 ટકા વધુ છે. આ આગને કારણે હજારો રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવાની ફરજ પડી હતી. આ આગ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી સળગતી રહી.
લોસ એન્જલસના મેયરનું નિવેદન
લોસ એન્જલસના મેયર કેરેન બાસે શુક્રવારે એક નિવેદન આપ્યું કે "અમે પુનઃનિર્માણનું કામ શરૂ કરી દીધું છે. અમારો પ્રયાસ છે કે લોકોને શક્ય તેટલી ઝડપથી તેમના ઘરો પરત મળે. અમે ખાતરી આપીએ છીએ કે રહેવાસીઓને તેમની મિલકતો સુધી પહોંચે.





