Home Sports Lionel Messi Retired Will The Match On September 4 Be The Last Match Of His Career

Lionel Messi રિટાયર્ડ! 4 સપ્ટેમ્બરની મેચ તેમના કરિયરની છેલ્લી મેચ હશે? : શું આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પૂર્ણવિરામ?

Lionel Messi રિટાયર્ડ! 4 સપ્ટેમ્બરની મેચ તેમના કરિયરની છેલ્લી મેચ હશે?
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 09:28 AM IST

Lionel Messi: ફૂટબોલના જાદુગર લિયોનેલ મેસ્સીએ એવું નિવેદન આપ્યું છે, જેનાથી તેના લાખો ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે. 38 વર્ષીય આર્જેન્ટિનાના સ્ટારે સ્પષ્ટ કર્યું છે કે, તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હવે પૂર્ણ થવા આવી રહી છે. મેસ્સીએ સંકેત આપ્યો છે કે, 4 સપ્ટેમ્બરે Buenos Aires ના Estadio Monumental સ્ટેડિયમમાં Venezuela સામેની વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ તેની છેલ્લી ઘરેલુ મેચ હોઈ શકે છે.

મેસ્સી તેના પરિવાર સાથે મેદાનમાં હશે

મેડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં મેસ્સીએ કહ્યું, "આ મારા માટે ખૂબ જ ખાસ મેચ હશે. આ મારી છેલ્લી ક્વોલિફાયર મેચ હોઈ શકે છે. મને ખબર નથી કે, આ પછી કોઈ ફ્રેન્ડલી મેચ હશે કે અન્ય મેચ... પરંતુ મારો આખો પરિવાર આ મેચ માટે મારી સાથે રહેશે. મારી પત્ની, મારા બાળકો, મારા માતા-પિતા, મારા ભાઈ-બહેન અને મારી પત્નીના બધા સંબંધીઓ સ્ટેડિયમમાં હાજર રહેશે."

આર્જેન્ટિના પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયું છે

આર્જેન્ટિના 2026 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે. ટીમ 35 પોઈન્ટ સાથે સાઉથ અમેરિકન ક્વોલિફાયર ટેબલમાં ટોચ પર છે. આવી સ્થિતિમાં, આ મેચ આર્જેન્ટિના માટે માત્ર એક ઔપચારિકતા છે, પરંતુ આ મેચ મેસ્સી અને તેના ચાહકો માટે ખૂબ ખાસ મેચ સાબિત થશે.

મેસ્સીનો ક્વોલિફાયર રેકોર્ડ

અત્યાર સુધી, મેસ્સીએ 193 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમા તેને વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં 31 ગોલ કર્યા છે. 2022 કતાર વર્લ્ડ કપ જીતીને, તેણે 36 વર્ષ પછી આર્જેન્ટિનાને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું. આ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવે છે. મેસ્સી 9 સપ્ટેમ્બરે ઇક્વાડોર સામે ક્વોલિફાયર પણ રમી શકે છે, પરંતુ તે મેચ વિદેશમાં રમાશે. તેથી, 4 સપ્ટેમ્બર કદાચ છેલ્લી વખત હશે. જ્યારે Buenos Aires દર્શકો તેમના હીરોને ક્વોલિફાયરમાં ઘરઆંગણે રમતા જોશે.

ફૂટબોલમાં ટોપના ગોલસ્કોરર્સ

Cristiano Ronaldo (પોર્ટુગલ) - 221 મેચ, 138 ગોલ

Lionel Messi (આર્જેન્ટિના) - 193 મેચ, 112 ગોલ

Ali Daei (ઈરાન) - 148 મેચ, 108 ગોલ

Sunil Chhetri (ભારત) - 155 મેચ, 95 ગોલ

Romelu Lukaku (બેલ્જિયમ) - 124 મેચ, 89 ગોલ

વર્લ્ડ કપ ક્વોલિફાયર સિસ્ટમ

સાઉથ અમેરિકામાં, વર્લ્ડ કપ ક્વોલિફાયર CONMEBOL (South American Football Confederation) ના નિયમો અનુસાર રમાય છે. આર્જેન્ટિના, બ્રાઝિલ, ઉરુગ્વે, ચિલી, કોલંબિયા સહિત 10 ટીમો તેમાં ભાગ લે છે. દરેક ટીમ અન્ય નવ દેશો સાથે કુલ 18 મેચ, ઘરમાં અને બહાર જઈને રમવાની છે. આ મેચોમાં ટોપની 6 ટીમો સીધી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થાય છે. સાતમા ક્રમે રહેલી ટીમે FIFA પ્લે-ઓફ ટુર્નામેન્ટ રમવાની હોય છે.

આર્જેન્ટિના માટે એક યુગનો અંત?

જો 4 સપ્ટેમ્બરના રોજ યોજાનારી મેચ મેસ્સીનો છેલ્લી ડોમેસ્ટિક ક્વોલિફાયર મેચ હશે, તો તે આર્જેન્ટિના ફૂટબોલ ઇતિહાસની સૌથી ભાવનાત્મક ક્ષણોમાંની એક હશે. જોકે મેસ્સીએ હજુ સુધી સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની જાહેરાત કરી નથી, પરંતુ તેના સંકેતથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ફૂટબોલનો આ સુવર્ણ પ્રકરણ હવે સમાપ્ત થવાના આરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now