Home Health-lifestyle Lifestyle Recipe Of Bitter Gourd Chutney Is Good In Diabetes

બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું હોય તો રોટલી સાથે ખાઓ આ ચટણી : ડાયાબિટીઝના રોગીઓ માટે ફાયદારક છે આ ચટણી

બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું હોય તો રોટલી સાથે ખાઓ આ ચટણી
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 10:48 AM IST

Health: ડાયાબિટીઝ એક ગંભીર બીમારી છે જેમાં શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે આ ખરાબ લાઇફસ્ટાઇલ, ખરાબ ખાનપાન અને શારીરિક પ્રવૃત્તિ ન કરવાના પ્રમાણનું એક કારણ છે. ડાયાબિટીઝના દર્દીઓને ખાવા પીવામાં ખુબજ કાળજી રાખવી પળતી હોય છે . અમુક ખોરાક ડાયાબિટીઝમાં વધારો કરે છે. જો કે, રાહતની વાત આમાં છે કે અમુક ફૂડ એવા પણ છે, જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા મદદ કરે છે. કારેલા તેમાંથી એક છે . કારેલા સ્વાદમાં ભલે કડવા હોય, પરંતુ ડાયબિટીઝ ના દર્દીઓ માટે તે ખૂબ ફાયદાકારક હોય છે. ખાસકરીને જો તેની ચટણી બનાવી ખાઓ તો વધારે લાભદાયક નીવડે છે. ચાલો જાણીએ કે ડાયબિટીઝ માં તે કેવી રીતે મદદરૂપ થાય છે. સાથે જાણીએ કે કારેલાની ચટણી (કારેલાના ચટણીની રેસીપી) કેવી રીતે બનાવાય છે.

કેવી રીતે ફાયદાકારક હોય છે કારેલા? (ડાયાબિટીઝ માટે કારેલાના ફાયદા)
કેટલાય હેલ્થ રિપોર્ટ્સ જણાવે છે કે કારેલામાં એક ખાસ તત્વ હોય છે, જેને પોલીપેપ્ટાઈડ-પી કહેવાય છે. આ શરીર માં ઇન્સુલિનની જેમ કામ કરે છે અને શુગર લેવલને નિયંત્રિત કરે છે. સાથે-સાથે કારેલા શરીરમાં ઇન્સુલિન રેજિસ્ટ્રેશનમાં પણ મદદ કરે છે. એનાથી શરીરમાં બ્લડ શુગરને વધવાના રિસ્કમાં ઘટાડો કરે છે. કારેલા એન્ટીઑકિસડન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે. જેથી પાંચનક્રિયા યોગ્ય રીતે થાય છે અને શરીરનું મેટાબોલિઝમ પણ સારું રહે છે.અને કારેલા લિવર અને કિડની માટે પણ લાભદાયક છે.

કારેલાની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી:
આ ચટની બનાવવા માટે તમને 1 મોટું કારેલું લો (ઝીંણુ સમારેલું)
2 લીલા મરચા
2-3 લસણની કળીઓ
1 નાનો ટુકડો આદું
થોળી કોથમીર
1 ચમચી લીંબુનો રસ
1/2 ચમચી રાયના દાણા
1/2 ચમચી હળદર
1/2 ચમચી જીરું
1 ચમચી તલ
1 મોટી ચમચી સુકાયેલું નાળીયેર
1/2 ચમચી સરસીયાનું તેલ
સ્વાદ અનુસાર મીઠું.

કેવી રીતે બનાવવી?
કારેલાને સારા રીતે ધોઈને ઝીણા સમારી લો . પછી તેને હળવા ગરમ મીઠાના પાણીમાં 15 મિનિટ પલાળીને રાખો. તેનાથી તેની કડવાસ ઓછી થશે.પછી તેને નીચોવીને અલગ કરી દો.
એક તવા પર સરસીયાનું તેલ ગરમ કરો. તેમાં રાયના દાણા નાખો. પછી લસણ, લીલું મરચું અને આદું નાખો. તેને થોડું શેકીલો.
હવે તલને 1 મિનિટ સુધી શેકો. ત્યારબાદ તેમાં કારેલાના ટુકડા નાખો. થોડી વાર તેને તેમ રહેવા દો પછી હળદર,જીરું, અને મીઠું નાખી 5-6 મિનિટ સુધી તેને શેકો અને પછી ગેસ બંધ કરો.
તેને ઠંડુ થવા દો. પછી તેમાં સુકવેલું નાળીયેર નાખો,પછી તેમાં લીંબુ અને કોથમીર નાખો. તેને મિક્સર માં નાખીને પીસી લો. જરૂર હોય તો તમે તેમાં પાણી ભેળવી શકો છો.
અને જુઓં તમારી ચટણી બની તૈયાર થઈ ગઈ છે.

કેવી રીતે ખાવી જોઈએ?

તમે આ ચટણીની રોટલી, પરાઠા, દલિયા અથવા ઉપમા સાથે ખાઇ શકો છો.
તેને 3-4 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકાય છે.
કારેલાની ચટણી સ્વાદમાં ભલે કડવી હોઈ પરંતુ તે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખુબ લાભદાયક હોય છે. આ કુદરતી રીતે બ્લડ શુગરને નિયંત્રણમાં લવાનું કામ કરે છે. અઠવાડિયામાં ૨ થિ ૩ વખત તેનું સેવન કરવું લાભદાયક થાય છે.
(સલાહ સહિત આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી આપે છે. આ કોઈ પણ રીતે યોગ્ય સારવારનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા કોઈ નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. Offbeat stories આ માહિતી માટે જવાબદારિક દાવો નથી કરતુ.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now