Home Health-lifestyle Lifestyle How Do You Relieve Gastric Headaches 5 Easy Home Remedy

ગેસથી માથામાં દુખાવો થાય છે તો શું કરવું? : આ કામ કરવાથી તરત જ રાહત મળશે જાણો

ગેસથી માથામાં દુખાવો થાય છે તો શું કરવું?
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 07:12 AM IST

Gastric Headaches: ગેસથી માથામાં દુખાવો કેમ થાય છે?
આજે અનહેલ્દી લાઈફસ્ટાઈલ અને ખોટી ખાનપાન કે આદતોથી ઘણા લોકો ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન રહે છે. પરંતુ ઘણી વાર આ ગેસ પેટ સુધી નથી રહેતી, ચોક્કસ માથાના દુખાવાનો કારણ પણ બને છે. ઘણા લોકો ફરિયાદ કરતા રહે છે કે તેઓને ગેસની તકલીફ થાય છે, તો તેઓના માથામાં પણ દુખાવો થાય છે. અને આ દુખાવા માથાના અન્ય દુખાવાથી અલગ હોય છે. હવે, જો તમને આ પ્રકારની સમસ્યા રહેતી હોય તો, તો આ માહિતી તમને ઘણી તમારી કરી શકે છે. અહીં અમે તમને સરળતાથી આરામ કરવા માટે કેટલાક અસરકારક ઉપાય જણાવી રહ્યા છીએ.

પહેલા જાણીએ કે આખરે ગેસથી માથામાં દુખાવો શા માટે થાય છે?
હેલ્થલાઇનની એક રિપોર્ટ છે કે, જ્યારે પેટમાં વધુ ગેસ બને છે, તો તે ડાયાફ્રામ (ફેફસાના નીચેની માંસપેશી) પર દબાણ મૂકે છે. આ દબાણ શરીર પર બ્લડ સર્ક્યુલેશનને પ્રભાવિત કરે છે અને તેના કારણે માથાનો દુખાવો થાય છે. કેટલાક લોકો ગેસ સાથે-સાથે ચક્કર, જીવ ગભરાવો અને થાકનો પણ અનુભવ થાય છે.

ગેસ થી માથાનો દુખાવો થાય તો શું કરવું?
1- બરફનો સેક કરો
જો તમને દુખાવો થાય છે, તો તમે એક સાફ કપડાંમાં બરફ રાખીને અથવા આઈસ પેકને માથે પર રાખી શકો છો. જેથી નસોને ઠંડક મળે છે, અને માથાના દુખાવાથી રાહત મળે છે

2- વધારે પાણી પીઓ

જો તમને ગેસની સમસ્યાથી માથામાં દુખાવો થતો હોય, તો સૌથી પહેલા વધારે પાણી પીઓ. તમે લીંમ્બુ પાણી અથવા નારિયલ પાણી પણ પી શકો છો. આનાથી શરીરને હાઇડ્રેશન મળશે, સાથે સાથે માથાનો દુખાવો ઓછો થશે.

3- હીંગ
એક ચપટી હીંગને નૌસેકા પાણીમાં ભેળવી પીઓ. હીંગ ગેસની બહાર કાઢવામાં મદદ કરે છે અને માથામાં દુખાવામાં રાહત આપે છે.
 
4- તુલસી વાળી ચા

ચાની અંદર તુલસીના પત્તિઓ નાંખી ઉકાળી પીઓ. આ પેટને શાંત કરે છે અને માથામાં દુખાવો પણ ઓછો કરે છે.

5- ઊંડા શ્ર્વાસ લો અને આરામ કરો
શાંત અને ઓછા પ્રકાશ વાળા રૂમમાં સૂઇ જાઓ. ઊંડા શ્ર્વાસ લો અને થોડી વાર આંખો બંદ કરી આરામ કરો. તેનાથી મગજને આરામ મળશે અને માથામાં દુખાવાથી આરામ મળશે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો:
જો તમને છાશવારે આ રીતે તકલીફ થઈ રહી છે અને તમને આનાથી છૂડકારો મેળવવાનો ઉપાય શોધી રહ્યા છો, તો તેના માટે વધુ તીખુ-તળેલુ અથવા મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.
હંમેશા સમયસર ભોજન કરો અને વધારે ચાવીને ખાવાનો આગ્રહ રાખો.
વધારે ભૂખ્યા રહેવાનું ટાળો.
રોજ સામાન્ય કસરત કરો.(યોગ,સુર્ય નમસ્કાર)
અને સૌથી મહત્વનું છે કે સમયસર સૂવાનુ રાખો અને પૂરતા પ્રમાણમાં ઊંગ લો.
આમ નાની-નાની વાતો ધ્યાનમાં રાખીને તમે માત્ર ગેસથી જ રાહત અને માથાના દુઃખાવાથી જ સંપૂર્ણ રાહત નહી મળશે, તમે વારંવાર થતી સમસ્યાને રોકી શકો છો. જો આવું વારંવાર થાય છે તો આ બાબત ગંભીર છે તેના માટે ડૉક્ટરને સલાહ લેવી જરૂરી છે.
(અસ્વીકરણ: સલાહ સહિત આ માત્ર સામગ્રી સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ કોઈ પણ રીતે યોગ્ય સારવારનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા કોઈ નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. Offbeat stories આ માહિતી માટે જવાબદારી લેતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now