Home Health-lifestyle Life Style Relationship Romance Is Missing In Couples Life

રોમાન્સથી તમારા પાર્ટનર કેમ દૂર ભાગે છે? : આ ટીપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે

રોમાન્સથી તમારા પાર્ટનર કેમ દૂર ભાગે છે?
Published by: Offbeat Team
| Last Updated: Mar 14, 2025, 04:30 AM IST

દરેક સંબંધ વિશ્વાસ, પ્રેમ અને પરસ્પર સમજણ પર ટકી રહે છે. સંબંધોના પ્રારંભિક દિવસોમાં રોમાન્સ તેની પરાકાષ્ઠાએ હોય છે, પરંતુ સમય જતાં કામનો દબાણ, જીવનની દોડધામ અને જવાબદારીઓના કારણે સંબંધમાં પહેલાની જેમ જીવંત રહેતા નથી. ધીરે ધીરે રોમાન્સ જીવનમાં ઓછો થવા લાગે છે. ઘણાં વખતમાં પતિ-પત્ની બંને એકબીજાથી અંતર અનુભવી શકે છે, જેના કારણે સંબંધ એક નિશ્ચિત સ્થિતિમાં અટકી જાય છે.  કોઈપણ સંબંધમાં આવું થવું એક સામાન્ય સમસ્યા છે. પણ સારા સમાચાર એ છે કે, આ સમસ્યાનો ઉકેલ શોધી શકાય છે. સંબંધમાં ફરીથી રોમાંસ અને ઉત્સાહ લાવવા માટે પતિ-પત્ની બંનેએ સાથે મળીને પ્રયત્ન કરવાની જરૂર છે.

રોમાન્સ ફક્ત શારીરિક આકર્ષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ પરસ્પર લાગણીઓ, પ્રેમ અને આદર જાળવી રાખવા માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

જ્યારે તમે તમારા સંબંધમાં રોમાંસને જીવંત રાખો છો, ત્યારે તમારા સંબંધ વધુ મજબૂત બને છે. તમારું ભાવનાત્મક અને માનસિક આરોગ્ય પણ સુધરે છે. જો તમને લાગે કે તમારા સંબંધમાં પહેલાની જેમ ઘનિષ્ઠતા નથી રહી, તો નિરાશ થવાની જરૂર નથી. કંઈક નાના પણ અસરકારક ફેરફારો કરીને, તમે તમારા જીવનસાથી સાથે ફરીથી નજીક આવી શકો છો.

 

એકબીજા માટે સમય કાઢો


આજકાલની દોડધામ ભરેલી જિંદગીમાં પતિ-પત્ની સમયની સાથે જવાબદારીઓમાં એટલા ગૂંચવાઈ જાય છે કે તેઓ એકબીજા માટે સમય કાઢી શકતા નથી. જ્યારે તમે તમારા જીવનસાથી સાથે ગુણવત્તાસભર સમય વિતાવતા નથી, ત્યારે સંબંધમાં અંતર વધી શકે છે. આથી, દરરોજ ઓછામાં ઓછો થોડો સમય એકબીજા માટે કાઢવો જરૂરી છે. ગુણવત્તાસભર સમય વિતાવવા માટે, તમે સાથે ડિનર કરી શકો છો અને દિવસભરના અનુભવો શેર કરી શકો છો. અઠવાડિયામાં ઓછામાં ઓછા એક દિવસ માટે ડેટ નાઈટનું પ્લાનિંગ કરવું જોઈએ. ક્યારેક સાથે લાંબી વોક પર જઈ શકાય અથવા કોઈ નવી એક્ટિવિટી પણ અજમાવી શકાય.

પ્રેમભરી વાતો અને શારીરિક નજીકતા

સંબંધને તાજગીભર્યો અને મજબૂત બનાવવા માટે પ્રેમભરી વાતો અને શારીરિક નજીકતા ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે પતિ-પત્ની એકબીજાને સ્નેહભર્યા શબ્દો કહે છે, એકબીજાની પ્રશંસા કરે છે અને લાગણીઓ વ્યક્ત કરે છે, ત્યારે સંબંધ વધુ મજબૂત બને છે.સ્પર્શ પણ પ્રેમ વ્યક્ત કરવાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. હાથ પકડીને ચાલવું,  હગ આપવું, ક્યારેક અચાનક એકબીજાને પ્રેમભરી કિસ આપવી – આ બધું સંબંધમાં ઘનિષ્ઠતા વધારવામાં મદદ કરે છે.દરરોજ નાનાં-નાનાં સંકેતો દ્વારા એકબીજા પ્રતિ પ્રેમ વ્યક્ત કરવાથી સંબંધમાં ઊંડાણ અને નજીકતા વધે છે, જે તેને વધુ મજબૂત બનાવે છે. તમારા દિવસની શરૂઆત પ્રેમાળ આલિંગનથી કરી શકો છો.સુતા પહેલા એકબીજાની સાથે પ્રેમભરી વાતો કરવી અને પાર્ટનરને એ અનુભવ કરાવવું કે તેઓ તમારા માટે કેટલા ખાસ છે, સંબંધમાં નવી ઉર્જા લાવી શકે છે. શારીરિક રીતે નજીક આવવું ફક્ત ફિઝિકલ રિલેશન સુધી સીમિત નથી, પણ એકબીજાને મહેસૂસ કરાવવું, કાળજી રાખવી અને લાગણીપૂર્વક પ્રેમ વ્યક્ત કરવું પણ એટલું જ મહત્વનું છે. આ નાનાં-નાનાં પ્રયાસોસંબંધને વધુ મજબૂત અને મધુર બનાવી શકે છે.

અચાનક સરપ્રાઈઝ અને ગિફ્ટ્સ આપો

ઘણાં વખત સુધી સાથે રહ્યા પછી, ઘણીવાર પાર્ટનર્સ એકબીજાના પ્રત્યેની ઉત્સુકતા ગુમાવી દે છે, જેનાથી સંબંધમાં રોમાંસ ઓછો થઈ શકે છે. સરપ્રાઈઝ અને નાનાં-નાનાં ભેટ-ઉપહાર દ્વારા તમે તમારા સંબંધમાં ફરી નવી તાજગી અને પ્રેમ ઉમેરી શકો છો. એમ નથી કે ગિફ્ટ મોંઘી હોવી જોઈએ, મહત્વની વાત એ છે કે તમે તમારા પાર્ટનરને ખાસ અનુભવ કરાવો. ક્યારેક કોઈ ખાસ અવસર વિના ફૂલો અથવા ચોકલેટ આપી શકાય. તમે તેમના મનપસંદ ભોજનને ઘરમાં બનાવી શકો અથવા ઓર્ડર કરીને તેમને સરપ્રાઈઝ આપી શકો. તેમના ઓફિસ બેગમાં એક નાનકડું લવ નોટ મૂકી શકો છો, જે તેમને ખુશ કરી દેશે. આવી નાની-નાની બાબતો તમારા સંબંધમાં ફરી નવો રોમાંસ અને ઉત્સાહ લાવી શકે છે.

નવી યાદો બનાવવી

ક્યારેક કપલ્સ તેમના જીવનમાં એક જ રૂટિનમાં બંધાઈ જાય છે, જેના કારણે તેમના સંબંધમાં રોમાન્સ ઓછો થઈ જાય છે. એ જ પ્રકારની દૈનિક ક્રિયાઓ અનુસરવી ક્યારેક કંટાળાજનક બની શકે છે, તેથી સંબંધને ઉત્તેજક અને તાજું રાખવા માટે કંઈક નવું અજમાવી શકાય.તમે એક વીકએન્ડ ટ્રિપની યોજના બનાવીને સાથે સમય વિતાવી શકો છો. નવી યાદો બનાવવા માટે તમે સાથે કોઈ નવો શોખ અપનાવી શકો છોજેમ કે ડાન્સ ક્લાસ, કુકિંગ ક્લાસ, કે પછી સાથે જિમ જવાનું શરૂ કરી શકો. તમે તમારા મનપસંદ સ્થળે ફરી એકવાર જઈને પ્રારંભિક દિવસોની યાદોને તાજી કરી શકો.નવી યાદો બનાવવા થકી તમારો સંબંધ વધુ મજબૂત બનશે અને એકબીજાને વધુ સારી રીતે સમજવા અને નજીક આવવાની તક મળશે.

એકબીજાને સન્માન આપો

સુંદર અને સુખી સંબંધ માટે પ્રેમ જ નહીં, પરંતુ પરસ્પર સન્માન પણ એટલું જ મહત્વનું છે. એકબીજાના વિચારો, લાગણીઓ અને નિર્ણયોની કદર કરવી ખૂબ જરૂરી છે.તમારા પાર્ટનરની પસંદગીઓ, અભિપ્રાયો અને કામનું માન રાખો. કોઈ પણ સંજોગોમાં તેમના પ્રતિ તમારા શબ્દો અને વર્તન સંસ્કારી અને સંવેદનશીલ રાખો.સારા સંબંધ માટે સહાનુભૂતિ અને સમજૂતી જરૂરી છે. જો તમે તમારા જીવનસાથીને ઈજ્જત આપશો, તો તમારું બંધન મજબૂત બનશે અને તેમનાથી તમારું લાગણીશીલ જોડાણ વધશે.

 

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો: દરરોજ પીવાથી શરીરના ઝેર નીકળી જશે બહાર! જાણો અદ્ભુત ફાયદા

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!: ઘરેલુ દહીંથી બનાવો ઠંડી-સુપર ક્રીમી લસ્સી! જાણો સ્વાદિષ્ટ રેસીપી

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ: પીતા જ પેટની ચરબી થશે ગાયબ! જાણો અઢળક ફાયદા

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!: દરરોજ પીવો, શરીરમાં આવશે અદ્ભુત પરિવર્તન! જાણો મુખ્ય ફાયદા

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે: બાંધકામ સાઈટ માટે પણ આપ્યો નવો નિયમ, ગરમીથી બચવું હોય તો જાણી લેજો તંત્રની આ ગાઈડલાઈન

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો: જાણો હીટ ડોમની અસરથી ખરેખર કઈ રીતે થાય છે વાતાવરણમાં ફેરફાર

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!: ચા બનાવતી વખતે પહેલા દૂધ-પાણી નહીં પણ તપેલીમાં નાખો માટીના દીવા! ઘરે જ માણો 'તંદૂરી ચા'ની મજા

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો: આ 5 મિનિટનું કામ બચાવશે હજારો રૂપિયા, TVની લાઇફ પણ થઈ જશે બમણી

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?: ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ, બેક્ટેરિયાનો થશે નાશ અને રહેશે એકદમ તાજું

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ: જાણો વિટામિન C ના શ્રેષ્ઠ સ્ત્રોત

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?: જાણો ફાયદા અને સાવધાનીઓ!

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ: ડાયેટમાં ફેરફાર કરતા પહેલા આ 5 વાતો જાણી લો

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ

મકોય છે લીવર માટે વરદાન!: નાનું ફળ, પણ ગુણોમાં અજાયબી, દરરોજ ખાઓ, ભાગી જશે અનેક રોગો!

મકોય છે લીવર માટે વરદાન!

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!: ગરમી પહેલાં જરૂર જુઓ આ 5 સુંદર જગ્યાઓ પર, ઉનાળામાં હવામાન રહે છે સ્વર્ગ જેવું

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!

Sleeping Vastu Tips: સૂતી વખતે ભૂલથી પણ આ દિશામાં ના રાખતા માથું, નહીંતર ફૂટી જશે તમારી કિસ્મત

Sleeping Vastu Tips

આળસ છોડો, જીત અપનાવો!: આ 15 મંત્રો તમને બનાવશે અજેય! જાણો સપના પૂરા કરવાની અસલી ચાવી

આળસ છોડો, જીત અપનાવો!

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?: જાણો હજારો વર્ષ જૂની રોચક કથા અને તેના અર્થ

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!: લોટમાં ઉમેરો આ એક જાદુઈ ઘટક! બનશે બજાર કરતાં વધુ ક્રિસ્પી અને ફૂલેલી

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?: અવગણશો નહીં – આ ગંભીર બીમારીના સંકેત, જાણો સત્ય

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?

Metro AC Secrets: વારંવાર ગેટ ખુલવા છતાં મેટ્રોમાં કેમ રહે છે શિમલા જેવી ઠંડક? જાણો મેટ્રો ACનું આ રહસ્ય

Metro AC Secrets