Home Health-lifestyle Life Style 50 Percent Womens Are Disturb Due To Mental Health Issue

દેશની 50% મહિલાઓની મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ : વર્ક-લાઈફ બેલેન્સ, આર્થિક દબાણથી તબિયત પર અસર

દેશની 50% મહિલાઓની મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2025, 05:42 AM IST

આજના સમયમાં માનસિક સ્વાસ્થ્ય પર દબાણ એક મોટી સમસ્યા બની ગઈ છે, ખાસ કરીને મહિલાઓ તેનો શિકાર બની રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) અનુસાર, ભારતમાં આપઘાત કરનારા લોકોમાં 36.6% મહિલાઓ છે, જેમાં 18-39 વર્ષની યુવાન મહિલાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે. છતાં, સમાજમાં માનસિક સ્વાસ્થ્યના મુદ્દાને ખુલ્લેઆમ સ્વીકારાતો નથી અને આ જ ભયના મહિલાઓ સારવાર લેતી નથી.

મહિલાઓમાં માનસિક અસ્વસ્થ થવાના મુખ્ય કારણો:

●   50% મહિલાઓ વર્ક-લાઈફ બેલેન્સ, આર્થિક દબાણ અને સામાજિક અપેક્ષાઓથી તણાવમાં છે.

●  47% મહિલાઓ નિદ્રા (ઊંઘ) ન આવવાની સમસ્યાથી પીડાઈ રહી છે.

●  41% મહિલાઓ ભાવનાત્મક રીતે એકલતા અનુભવે છે.

●  38% વિદ્યાર્થીઓ અને નોકરી કરનારી મહિલાઓ કેરિયર ગ્રોથ અને નાણાકીય સ્થિરતા અંગે ચિંતિત છે.

કોર્પોરેટ ક્ષેત્રમાં નોકરી કરતી મહિલાઓ:

●  42% મહિલાઓ ડિપ્રેશન અને એન્ઝાયટીનો શિકાર છે.

●  80% મહિલાઓ માતૃત્વ રજા અને કેરિયર ગ્રોથમાં ભેદભાવ અનુભવે છે.

●  90% મહિલાઓનું માનવું છે કે તેમની માનસિક તકલીફો કામની અસર પર પડે છે.

શહેરમાં 18-35 વર્ષની યુવતીઓની માનસિક તકલીફો:

●  મુંબઈ: એકેડેમિક સ્ટ્રેસ અને કોર્પોરેટ બર્નઆઉટ સૌથી વધુ.

●  દિલ્લી: સુરક્ષાને લગતી ચિંતાઓ અને સતામણીના કારણે PTSD અને એન્ઝાયટી વધુ.

● કોલકાતા: મજબૂત સામાજિક નેટવર્ક હોવા છતાં, મહિલાઓ માનસિક આરોગ્ય સેવાઓથી દૂર.

દવાઓ અને ઉકેલો:  

માનસિક તકલીફોને દવાઓ, થેરાપી અથવા બંનેના સંયોજન દ્વારા અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, તણાવ એ માનસિક તકલીફ માટેનું મુખ્ય કારણ છે. સારી ઊંઘ અને યોગ મહત્વપૂર્ણ:

●  યોગ, નિયમિત કસરત, ધ્યાન, સંતુલિત આહાર, અને મજબૂત સામાજિક સપોર્ટ માનસિક આરોગ્યમાં સુધારો લાવી શકે.

●  જેઓ ડિપ્રેશન, તણાવ અને એન્ઝાયટીથી પીડાઈ રહ્યા છે, તેમણે યોગ્ય સારવાર લેવી જરૂરી છે.


Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now