Home International Lieutenant Colonel Sophia Qureshi Who Led Operation Sindoor

વડોદરાની દીકરી સોફિયા કુરેશી : ઓપરેશન સિંદૂરમાં ભજવ્યો ખુબ જ મહત્વનો ભાગ

વડોદરાની દીકરી સોફિયા કુરેશી
Play Video
Published by: OBS Bureau
Last Updated: May 07, 2025, 10:15 AM IST

ભારતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવાની શરૂઆત કરી દિધી છે. 6-7 મે, 2025ની રાત્રે ભારતે પાકિસ્તાન હેઠળના પ્રદેશોમાં 9 આતંકી ઠેકાણાં તોડી પાડ્યા. આ કાર્યવાહીને “ઓપરેશન સિંદૂર” નામ આપવામાં આવ્યું છે. આજે ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેમાં લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશીએ મહત્વપૂર્ણ માહિતી આપી. આપને જણાવી દઈએ કે પાકિસ્તાની આતંકીઓ સામેના ઓપરેશન સિંદૂરમાં 2 મહિલામાંથી એક મહિલા અધિકારી લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી એક ગુજરાતી છે.

સોફિયા કુરેશી કોણ છે?

ગુજરાતના વડોદરાની રહેવાસી.
બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.
1999માં OTA, ચેન્નઈથી આર્મીમાં કમિશન મળ્યું.
હાલમાં સિગ્નલ કોર્પ્સમાં કાર્યરત.
UN શાંતિ મિશન (કોંગો, 2006)માં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી.
'એક્સરસાઈઝ ફોર્સ 18' (2016)માં ભારતીય ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ ભારતીય મહિલા.




વ્યક્તિગત જીવન:

પતિ મેજર તાજુદ્દીન કુરેશી – મેકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં.
નવ વર્ષનો પુત્ર.
દાદા અને પિતા પણ સેના સાથે સંકળાયેલા.


સન્માન અને યોગદાન:
પંજાબ સરહદ પર "ઓપરેશન પરાક્રમ"માં ફરજ બજાવી
પૂર્વોત્તર ભારતમાં પૂર રાહતના સમયની કામગીરી બદલ સિગ્નલ ઓફિસર-ઇન-ચીફ પ્રશંસા કાર્ડ મળ્યું.
લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી આજની ભારતીય નારી શક્તિનું જીવંત પ્રતિક છે, જેમના નેતૃત્વ અને કટિબદ્ધતાથી દેશ દુશ્મન સામે નડવા સક્ષમ બન્યો છે.


ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે.

કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાની રહેવાસી છે અને એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને Corps of Signalsમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું. સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે. બંને દેશની રક્ષા માટે સમર્પિત છે.

2016માં કર્નલ સોફિયા એ ભારતીય સેનાના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેઓ પહેલી મહિલા અધિકારી તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરવા માટે ASEAN પ્લસ દેશોની મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઈઝ ‘ફોર્સ 18’માં ભાગ લેનારા 18 દેશોમાં એકમાત્ર મહિલા કમાન્ડર રહી. તેમના નેતૃત્વમાં ભારતીય દળે વિશ્વસ્તરે પોતાના કૌશલ્ય અને સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું.

કર્મક્ષેત્રે માત્ર યોધ્ધાની ભૂમિકા નથી ભજવી, પરંતુ તેઓએ આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. યુનાઇટેડ નેશન્સની પીસકીપિંગ ઓપરેશન્સ અંતર્ગત છ વર્ષની સેવાકાળ દરમિયાન 2006માં તેઓ કોંગોમાં તૈનાત રહ્યા હતા. શાંતિ સ્થાપના અને માનવીય સહાયમાં તેમણે મહત્વનું કામ કર્યું છે. “વિસંવાદિત વિસ્તારોમાં શાંતિ લાવવા માટેનો પ્રયાસ એ મારા માટે ગૌરવનો ક્ષણ રહ્યો છે,” તેમનો સ્પષ્ટ સંદેશ છે.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને કર્નલ સોફિયાએ દેશના રક્ષણ અંગે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી. ઓપરેશન સિંદૂરના વિજય અને સેના દ્વારા લેવામાં આવેલી વ્યૂહરચનાઓની ઝાંખી તેમણે મીડિયા સામે રજૂ કરી. દેશના સુરક્ષાકવચ પાછળ ઊભેલા સેનાનાયકોમાં જ્યારે મહિલા અધિકારીઓના નામ છે, ત્યારે તે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની વાત બને છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now