Home Health-lifestyle Less Sleep Can Affect Heart Badly

નિંદર અને હ્રદયનો સીધો સંબંધ : ઊંઘ પુરી ન થતા વધી જાય છે દિલની બીમારીઓનો ખતરો, રાખો આટલું ધ્યાન

નિંદર અને હ્રદયનો સીધો સંબંધ
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 05:30 PM IST

ઊંઘ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો ઊંઘ પુરી ન થાય તો સ્વાસ્થ્ય ખરાબ થવાની પુરેપુરી શક્યતા રહે છે. ઊંઘ અને દિલની સ્વસ્થતાને સીધો સંબંધ છે. નિંદર પુરી ન થવાના કારણે યાદશક્તિ ઓછી થવી જેવી પરેશાનીઓ થઈ શકે છે. જો કે, ઓછા લોકો જાણે છે કે, નિંદર પુરી ન થાય તો દિલ પર પણ અસર પડી શકે છે. જેના કારણે હ્રદયની બીમારીનું રિસ્ક વધી જાય છે.આજની જીવનશૈલીમાં પૂરતી ઊંઘ લેવી એ કોઈ લહાવાથી ઓછું નથી. કોઈપણ વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જો કે, સામાન્ય રીતે લોકો તેમની ઊંઘ પૂરી કરી શકતા નથી . જેનું કારણ વ્યસ્ત જીવનશૈલી છે.

ઊંઘ પુરી ન થાય તો શું થાય?

જ્યારે આપણી ઊંઘ પુરી ન થાય તો, આપણા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું લેવલ વધી જાય છે. જે બીપીને વધારે છે અને હ્રદય પર વધારાનું દબાણ આવે છે. આ સાથે ઊંઘ કમી થાય તો બ્લડ સુગરનું લેવલ વધી શકે છે, જે ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો વધારે છે. આ સાથે નિંદરની કમીથી હ્રદયની ધડકન અનિયમિત થઈ જાય છે. જેનાથી હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. નિંદરની ઉણપથી ભૂખ પણ લાગે છે. ચયાપચયની ક્રિયા ધીમી થઈ જાય છે.જેના વજન વધવાનો ખતરો રહે છે.

કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ?
મોટાભાગના વયસ્કો માટે 7 થી 9 કલાકની ઊંઘ જરૂરી છે. જો તમને એવું લાગે છે કે, મને શાંતિથી ઊંઘ નથી આવતી તો ડૉક્ટરની સલાહ લો. સૂતા પહેલા રૂમમાં અંધારું કરી દો. રોજ જો તમે સુવાનો સમય એક સરખો રાખશો તો સમયસર ઊંઘ આવવામાં મદદ મળે. તણાવ ઓછો કરવા અને ઊંઘ લાવવા તમે ધ્યાન કરી શકો છો. એકવાર તમે શરીરને પુરતો આરામ આપી દેશો પછી તે તમારા દરેક કામમાં સાથ આપશે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now