Home Gujarat Leave Goa And Daman Explore This Beach In Gujarat

બ્યુટીફુલ બીચ ઓફ ગુજરાત : ગોવા, દમણ છોડો..ગુજરાતના આ બીચ પર જાઓ

બ્યુટીફુલ બીચ ઓફ ગુજરાત
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 05:30 AM IST

દેશનો સૌથી લાંબો સમુદ્ર કિનારો જેની પાસે છે તે ગુજરાત ખરેખર ફરવા જેવું છે. ગુજરાતમાં અનેક મંદિરો છે. અભયારણ્ય છે. ધર્મસ્થાનો છે, રણ છે અને સાથે બીચ પણ છે. આમ તો ગુજરાતના લોકો બીચનો આનંદ લેવા માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે. પરંતુ ગુજરાતમાં જ કેટલાક સુંદર બીચ છે, જે તમને સ્વર્ગ જેવા લાગશે. આજે વાત કરીશું ગુજરાતના એવા જ કેટલાક બીચની.

1. અહમદપુર માંડવી બીચ
આ બીચ ગુજરાતના સૌથી સારા સમુદ્ર તટમાંથી એક છે. અહીં તમે સમુદ્રની લહેરો જોઈ શકો છો. સમુદ્રની પાછળ ડૂબતા સુરજને જોઈ શકો છે. સાથે અહીં ઘોડે સવારીનો આનંદ લઈ શકાય છે. સાથે જ વોટર સ્પોર્ટ્સનો આનંદ લઈ શકાય છે. તમે અહીં કાર લઈને જશો તો વધુ સરળતા રહેશે.

2. સોમનાથ બીચ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ આમ તો ધાર્મિક સ્થળ તરીકે પ્રખ્યાત છે. જે સોમનાથ જાય છે તે મંદિર તો જાય છે જ, સાથે સાથે સોમનાથના ખૂબસૂરત બીચની પણ મુલાકાત લે છે. આ બીચ સોમનાથ મંદિરના સાનિધ્યમાં હોવાથી સારી વાઈબ્સ આવે છે.

3. પોરબંદર ચોપાટી
આ બીચ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પર આવેલો છે. અહીંનો નજારો પોરબંદરનો સૌથી ખૂબસૂરત નજારો છે. અહીના ડૂબતા સુરજને તમારે ખાસ જોવો જોઈએ. અહીં તમે કીર્તિ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

4. તીથલ બીચ
આ દક્ષિણ ગુજરાતનો જાણીતો બીચ છે.તિથલ બીચ ગુજરાતના વલસાડ શહેરમાં આવેલો છે. આ શહેરમાં ઘણા બધા દરિયાકિનારા છે અને આ તેમાંથી સૌથી સુંદર બીચ છે. સપ્તાહના અંતે અહીં ખૂબ ભીડ હોય છે. એવું લાગે છે કે જાણે આખું વલસાડ અહીં આવી ગયું હોય. જો તમે આ સ્થળની વાસ્તવિક સુંદરતા જોવા માંગતા હો, તો સપ્તાહના અંતે સિવાય બધા દિવસોમાં આવો. જ્યારે અહીં લોકોની ભીડ નહીં હોય

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now