Home International Lawrences Close Gangster Randeep Malik Arrested In America Was Wanted In Delhi

લોરેન્સના નજીકના ગેંગસ્ટર રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ : દિલ્હીના નાદિર શાહ હત્યા કેસમાં વોન્ટેડ હતો

લોરેન્સના નજીકના ગેંગસ્ટર રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 05:59 PM IST

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ગેંગસ્ટર રણદીપ મલિકની અમેરિકાની ફેડરલ કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રણદીપ અમેરિકામાં બેસીને લોરેન્સના ઈશારે હત્યાઓ કરી રહ્યો હતો. દિલ્હીમાં નાદિર શાહ હત્યા કેસમાં તે વોન્ટેડ હતો. નાદિર શાહ હત્યા કેસમાં વપરાયેલા હથિયારો રણદીપે વિદેશમાં બેસીને પૂરા પાડ્યા હતા. રણદીપ સિંહ મલિકે ગુરુગ્રામ અને ચંદીગઢમાં ક્લબની સામે વિસ્ફોટનું કાવતરું પણ ઘડ્યું હતું.

રણદીપ સિંહને અમેરિકાના જેક્સન પેરિશ કરેક્શનલ સેન્ટરમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. FBIએ રણદીપની ધરપકડની માહિતી ભારતીય એજન્સીઓ સાથે શેર કરી છે. ગુરુગ્રામના કાફેમાં થયેલા વિસ્ફોટના કેસમાં પણ રણદીપનું નામ સામે આવ્યું હતું. જોકે રોહિત ગોધરાએ તેની જવાબદારી લીધી હતી.

2011ના કેસમાં આરોપી

રણદીપ સિંહ મલિક ગુરુગ્રામ અને ચંદીગઢમાં ક્લબની બહાર બોમ્બ વિસ્ફોટના કાવતરામાં પણ સામેલ રહ્યો છે. રણદીપને અમેરિકાના ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો છે અને FBI એ તેની ધરપકડની પુષ્ટિ કરી છે. તે અમેરિકાથી ભારતમાં ટાર્ગેટ કિલિંગનું કાવતરું ઘડી રહ્યો હતો. ભારતીય એજન્સીઓ હવે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયામાં સક્રિય છે. રણદીપ સામે 2011 માં કુરુક્ષેત્રમાં IPC ની કલમ 323, 325 અને 506 હેઠળ કેસ નોંધાયેલા છે.

નાઇટ ક્લબ વિસ્ફોટ કેસમાં પણ નામ સામે આવ્યું હતું

ડિસેમ્બર 2024 માં ગુરુગ્રામના સેક્ટર-29 માં વેરહાઉસ ક્લબ અને હ્યુમન ક્લબ પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. હ્યુમન નાઇટ ક્લબની બહાર સવારે 5:15 વાગ્યે વિસ્ફોટ થયા હતા અને તેના ફોટા નજીકના ક્લબમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયા હતા. આ કેસમાં ગુરુગ્રામ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક આરોપીની ધરપકડ કરી હતી જેની ઓળખ સચિન તરીકે થઈ હતી જે ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી હતો. ગ્રેનેડ હુમલા પછી તરત જ કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જવાબદારી લીધી. NIA તપાસમાં મલિક અને નિયુક્ત આતંકવાદી ગોલ્ડી બ્રારના નામ ખુલ્યા હતા જેમણે અગાઉ ક્લબના માલિકોને ધમકી આપી હતી અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા તેઓ આ ગ્રેનેડ હુમલાના માસ્ટરમાઇન્ડ હતા. NIA એ 2 જાન્યુઆરી 2025 ના રોજ કેસ નોંધ્યો હતો જેમાં વધુ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી