Home Gujarat Kumbh 2025 Cm Bhupendra Patel Will Go To Mahakumbh On This Date Will Take A Holy Dip

PM મોદી બાદ હવે CM ભૂપેન્દ્ર પટેલ જશે પ્રયાગરાજ : Kumbh 2025: CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે જશે મહાકુંભ, લગાવશે આસ્થાની ડૂબકી

PM મોદી બાદ હવે CM ભૂપેન્દ્ર પટેલ જશે પ્રયાગરાજ
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2025, 05:33 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર તારીખ 7મી ફેબ્રુઆરીએ જશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now