Home Automobile Ktm Launched In India Most Affordable Bike Duke 160 1 Lakh 85 Thousand Starting Price Design Power

KTMએ ભારતમાં લૉન્ચ કરી સૌથી સસ્તી બાઈક : PULSAR અને APACHEને આપશે સીધી ટક્કર

KTMએ ભારતમાં લૉન્ચ કરી સૌથી સસ્તી બાઈક
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 05:30 AM IST

ભારતમાં KTMએ તેની લાઇનઅપની સૌથી સસ્તી બાઇક 160 Duke લોન્ચ કરી છે, જેની એક્સ-શોરૂમ કિંમત ₹1.85 લાખ છે. આ બાઇક કંપનીની KTM 200 Duke કરતાં નાની અને સસ્તી મોડેલ છે અને બજાજ પલ્સર NS160 તેમજ TVS Apache RTR 200 4V સાથે ટક્કર લેશે.

10 વર્ષની વોરંટી અને ફાઇનાન્સ વિકલ્પો
કંપની આ બાઇક સાથે 10 વર્ષની વોરંટી આપી રહી છે અને અનેક ફાઇનાન્સ વિકલ્પો ઉપલબ્ધ છે. KTM 160 Duke 12 ઓગસ્ટથી ડીલરો સુધી પહોંચવાનું શરૂ કરશે. કંપની મુજબ, આ માત્ર એક સામાન્ય બાઇક નહીં પરંતુ એક સ્પોર્ટી બાઇક છે.

એન્જિન અને પાવર
નવી KTM 160 Duke માં 160cc લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 200 Duke ના પ્લેટફોર્મ પરથી લેવામાં આવ્યું છે. આ એન્જિન 18.74 bhp પાવર અને 15.5 Nm ટોર્ક આપે છે. સત્તાવાર પાવર આંકડા જાહેર ન થયા હોવા છતાં, તે Yamaha MT-15 V2 જેવા હરીફો કરતાં વધુ શક્તિશાળી હોવાનું માનવામાં આવે છે.

ડિઝાઇન અને ફીચર્સ
આ બાઇકમાં USD ફ્રન્ટ ફોર્ક, પાછળ મોનોશોક સસ્પેન્શન અને ખાસ ગ્રાફિક્સ સાથે અનોખી કલર સ્કીમ છે. દેખાવમાં તે બીજી પેઢીના 200 Duke જેવી છે, પરંતુ પ્રોડક્શન ખર્ચ ઘટાડવા માટે આ જ પ્લેટફોર્મ અપનાવવામાં આવ્યું છે.

યુવાનો માટે આકર્ષક વિકલ્પ
KTM 160 Duke ખાસ કરીને તે યુવા રાઇડર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેઓ KTMનું સ્પોર્ટી DNA અને સ્ટાઇલ ઈચ્છે છે પરંતુ બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ શોધી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ બાઇક 160cc સેગમેન્ટમાં કેટલો માર્કેટ શેર મેળવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now