Home International Kota Bundi Airport Modi Cabinet Decision

Rajasthan માં બનશે 2 નવા એરપોર્ટ : મોદી સરકારની રાજસ્થાનને મોટી ભેટ

Rajasthan માં બનશે 2 નવા એરપોર્ટ
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 10:34 AM IST

Kota Bundi Airport: કેન્દ્રની મોદી સરકારે રાજસ્થાનને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં કોટા-બુંદીમાં નવા એરપોર્ટ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણમાં 1507 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. એરપોર્ટ ટર્મિનલ 20 હજાર ચોરસ મીટરમાં વિસ્તૃત બનાવવામાં આવશે.


નવા એરપોર્ટની માંગ હતી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ''કોટા એક શિક્ષણ અને ઔદ્યોગિક કેન્દ્ર છે. દેશભરમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકો કોટામાં જાય છે. કોટામાં ઘણા સમયથી એક સારા મોટા આધુનિક એરપોર્ટની માંગ હતી. કોટા અને બુંદીએ મળીને એક ઇકોસિસ્ટમ બનાવી છે. હાલનું એરપોર્ટ ખૂબ નાનું છે, જૂનું છે, તેમાં સુધારો કરવામાં આવ્યો અને હવે નવું એરપોર્ટ બનાવવામાં આવશે.


2 વર્ષમાં તૈયાર થઈ જશે એરપોર્ટ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ''હાલનું એરપોર્ટ લગભગ શહેરની મધ્યમાં છે. નવું એરપોર્ટ કોટા દેવલી બાયપાસ પર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે સ્થાન ખૂબ સારું છે. 3200 મીટરનો રનવે હશે. રાજસ્થાન સરકાર આ માટે 1089 એકર જમીન મફતમાં આપશે. નવા એરપોર્ટમાં વાર્ષિક 20 લાખ મુસાફરોની ક્ષમતા હશે. વૈષ્ણવે કહ્યું કે જમીન જોઈ લેવામાં આવી છે અને કામ તાત્કાલિક શરૂ થશે અને 2 વર્ષમાં એરપોર્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?