Home Sports Kohli And Anushka Seek Blessings Of Premanand Maharaj

મહારાજના શરણમાં કોહલી- અનુષ્કા : ફ્લોપ થયા બાદ પ્રેમાનંદ મહારાજના શરણમાં કોહલી-અનુષ્કા,જાણો શું માંગ્યો આશીર્વાદ

મહારાજના શરણમાં કોહલી- અનુષ્કા
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2025, 03:30 PM IST

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફેઈલ થયા બાદ વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજના શરણમાં પહોંચ્યા છે. પત્ની અનુષ્કા અને બાળકો સાથે ફરી કોહલી આશીર્વાદ લેવા માટે પહોચ્યા.આ પહેલા પણ કોહલી અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજને મળી ચુક્યા છે અને તેમના આશીર્વાદ લઈ ચુક્યા છે. વિરાટ કોહલી લગ્ન પહેલા ભગવાનમાં ઓછીઆસ્થા રાખતા હતા. પરંતુ અનુષ્કા સાથે લગ્ન થયા બાદ તે બદલી ગયો છો. આ વખતે જ્યારે અનુષ્કા અને વિરાટ પ્રેમાનંદ મહારાજને મળવા ગયા ત્યારે અનુષ્કાએ તેમની પાસે ખાસ વસ્તુ માંગી છે.

કોહલી અને તેમની પત્ની અનુષ્કા તેમના બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા આવ્યા હતા. આ દરમિયાન અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજને કહ્યું, “છેલ્લી વખતે જ્યારે અમે આવ્યા ત્યારે અમારા મનમાં પ્રશ્નો હતા. પણ બેઠેલા બધા લોકો એક જ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા હતા. આ વખતે પણ જ્યારે આપણે અહીં આવવાની વાત કરી રહ્યા હતા ત્યારે હું મનમાં તમારી સાથે વાત કરી રહ્યો હતો. તમે મને ફક્ત પ્રેમ અને ભક્તિ આપો.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ફ્લોપ રહ્યા કોહલી
વિરાટે ઓસ્ટ્રેલિયાની સામે પહેલા જ મેચમાં સદી ફટકારી હતી. તેમણે બીજી ઈનિંગમાં નોટઆઉટ 100 બનાવ્યા હતા. પરંતુ તે બાદ કાંઈ ન ઉકાળી શક્યા. કોહલીએ એડિલેડ ટેસ્ટમાં સાત રન અને 11 રન બનાવ્યા હતા. જે બાદ મેલબર્નમાં 36 અને 5 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે સિડની ટેસ્ટમાં 17 અને 6 રન બનાવ્યા હતા.આ પ્રવાસ ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. અને ભારત પણ આ સીરિઝ હારી ગયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now