સ્માર્ટ ફોન પહેલા સાદા મોબાઈલનો ઉપયોગ થતો હતો. આ સાદા મોબાઈલથી પણ યુઝર્સ એકબીજા સાથે ચેટિંગ કરતા હતા. જો કે તે સમયે ચેટિંગ આટલું પ્રચલિત નહોતું. હવે જ્યારે વ્હોટ્સ એપ ચલણમાં છે તો ચેટિંગ પણ ખૂબ જ થાય છે. ચેટિંગ દરમિયાન ફટાફટ ટાઈપિંગ માટે લોકો ઓછા શબ્દોમાં મેસેજ કરે છે. આ માટે ઘણા શોર્ટ વર્ડ્ઝનો ઉપયોગ થાય છે. આ શોર્ટ વર્ડ્ઝ મોટા ભાગના લોકો જાણે છે. પરંતુ કેટલીકવાર જ્યારે તમને આ શોર્ટ વર્ડ્ઝનો ઉપયોગ ન ખબર હોય, ત્યારે તમે મેસેજ સમજી નથી શક્તા. એટલે અમે તમારા માટે ચેટિંગ દરમિયાન વપરાતા કેટલાક શોર્ટ વર્ડજનો ઉપયોગ જણાવી રહ્યા છીએ.
ચેટિંગ દરમિયાન LOL, LOLz, ROFL જેવા શોર્ટ વર્ડઝ મોટા પ્રમાણમાં વપરાય છે. LOLનો અર્થ છે Laugh out laoud એટલે કે ખડખડાટ હસવું. LOLzનો અર્થ થાય છે વધારે પડતુ હસવું. ROFLનો અર્થ થાય છે Rolling on the floor laughting એટલે કે હસતા હસતા લોટપોટ થઈ જવું.
ચેટિંગ દરમિયાન ILY BFF IDK જેવા શબ્દો પણ વપરાય છે. જેમાં ILYનો અર્થ છે કે I Love You. તો BFFનો અર્થ થાય છે કે Best Friend Forever. IDKનો મતલબ થાય છે કે I Dont Know એટલે કે મને નથી ખબર.
કેટલાક લોકો ચેટિંગ દરમિયાન ASAP, BTW, COZ જેવા શોર્ટ વર્ડ્ઝનો ઉપયોગ કરે છે. તેમાં ASAPનો અર્થ થાય છે કે As soon as possible એટલે કે જેટલું ઝડપથી થઈ શકે. BTWનો અર્થ થાય છે કે By the way જ્યારે COZનો અર્થ થાય છે કે કારણ કે.
GTSYનો અર્થ થાય છે કે Glad to see you એટલે કે તમને જોઈને ખુશી થઈ.
HBTUનો અર્થ થાય છે કે Happy Birthday to you એટલે કે જન્મદિવસની શુભેચ્છાઓ.
RIPનો અર્થ થાય છે કે Rest in Peace એટલે કે તેમના આત્માને શાંતિ મળે.





















