Home Utilities Know Why You Should Not Apply Stapler On Parcel

પાર્સલ પેક કરતા રાખો આટલું ધ્યાન : પેકેટ પર સ્ટેપલર કેમ ન લગાવવું જોઈએ, નહીં તો પાર્સલ થઈ જશે કેન્સલ...

પાર્સલ પેક કરતા રાખો આટલું ધ્યાન
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2025, 02:00 PM IST

આપણે ઘણીવાર ઘણી વસ્તુઓ કુરિયર કરતા હોઈએ છે. પરંતુ પાર્સલ કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. અનેક વાર તમારી નાની ભૂલથી નુકસાન થઈ શકે છે અને તમારું પાર્સલ રીજેક્ટ થઈ શકે છે. આ માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમકે પાર્સલ પર આખું એડ્રેસ લખો અને કુરિયર કરતા સમયે પાર્સલના પેકેટને સ્ટેપલર ન લગાવો. કારણ તે આવા કારણથી તમારું પાર્સલ કેન્સલ થઈ શકે છે.

કુરિયર કરતા સમયે અનેક વાર તમે સ્ટેપલર કરીને પેકેટ બંધ કરીને આપ્યું હશે. પરંતુ અનેક વાર કુરિયર કંપનીનો પોસ્ટમેન એ પેકેટને સ્વીકાર નથી કરતો. તેને ફરી કોઈ ગ્લૂ કે સેલોટેપથી ચીપકાવવાનું કહે છે. પરંતું શું તમે વિચાર્યું છે કે, આવું કેમ કરવામાં આવે છે. કુરિયર કરતા સમયે પેકેટને સ્ટેપલર ન કરવું જોઈએ. કારણ કે તે અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે.

જો તમે પેકેટને સ્ટેપલરથી બંધ કરો છો તો એમાં કોઈ એવી વસ્તુ હોય તો તેને સ્ટેપલરથી નુકસાન થઈ શકે છે. એટલે જ અનેક કુરિયર કંપનીઓ તેનો સ્વીકાર નથી કરતી. પ્રોડક્ટ ખરાબ થાય તો કસ્ટમર કંપનીને બ્લેમ કરે છે. એટલે કંપની આવી વસ્તુઓથી બચવા માટે સ્ટેપલરથી મનાઈ કરે છે.

ઘણીવાર એવું બને કે, જ્યારે તમે કુરિયર કરો છો અને તેમાં સ્ટેપલર લગાવો છો તો, તે ઘણીવાર કોઈને વાગી શકે છે. પોસ્ટમેનને ઘણી વખત તે વાગી જાય છે. આવી સ્થિતિમાં, જ્યારે લોહી નીકળે છે, ત્યારે તે ઘણીવાર પેકેટ પર આવી જાય છે. તેના કારણે બીજા ઘણા પેકેટ પણ બગડી જાય છે. તેથી, તેને વધુ સરળ અથવા અસરકારક બનાવવા માટે, કંપનીએ એક નીતિ લઈને આવી છે કે પેકેટને ફક્ત ટેપ અથવા ગુંદરથી બંધ કરવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now